________________
1231
૮ : આસ્તિક્ય અને તાત્ત્વિક દયાનો સંબંધ
-
78
સામે તિરસ્કારની જ હોય, તે સિવાય બધા તરફ બહારથી સત્ ક્રિયા ચાલુ હોય. પડેલાને પાટુ મારવાનો ક્ષત્રિયનો ધર્મ જ નથી, તો સાચા જૈન તો મહાક્ષત્રિય. વિરોધી પ્રત્યે :
૧૪૫
વિરોધી પ્રત્યે પણ આપણા હૃદયમાં મલિનતા ન જોઈએ. જો હૃદયમાં એના પ્રત્યે પણ મલિનતા આવે તો આપણું બગડે. પારકી પંચાતમાં આપણું ન ખોવાય, અર્થાત્ વિરોધી પ્રત્યે પણ હૃદયમાં દુર્ભાવ ન આવવો જોઈએ. કદાચ થોડા સમય માટે ઘણો સદ્ભાવ અને થોડો અસદ્ભાવ આવી જતો હોય, તો પણ એ વેપાર છોડી ન દેવાય પણ નિભાવાય, કેમ કે ઘણા સદ્ભાવના યોગે થોડો અસદ્ભાવ આપોઆપ જ ચાલી જશે.
ગુણો અને ગુણાભાસો :
આસ્તિક્યમાં જ એ બધા ગુણોનું મંડાણ છે. આસ્તિકચ અને આસ્તિકચની અભિમુખતા વિનાના જે ગુણો, તે વસ્તુતઃ ગુણો નથી પણ ગુણાભાસો છે. વસ્તુસ્વરૂપના જાણપણા વિનાના કે વસ્તુ પ્રત્યેની પ્રીતિ વિનાના ગુણો તે ગુણો નથી, પણ ગુણ જેવા દેખાય છે માટે ગુણાભાસ છે.
શ્રી તીર્થંકરદેવો દુ:ખીને જોઈને દુઃખનાં સાધનો તજવાનું કહે છે. બીમારી પાપથી આવે અને એને મટાડવા પાપ કરવું જોઈએ એમ માનવું, એના જેવી મૂર્ખાઈ એક પણ નથી. અંતરાયના - પાપના - ઉદયથી લક્ષ્મી ન મળી, વળી પાછી અનીતિ કરી, તો પાછા હતા ત્યાં ને ત્યાં ! ઊલટી વધારે દુર્દશા થવાની. શ્રી શાલિભદ્રજી :
Jain Education International
સભા : સવાયા થવાના.
અનીતિથી સવાયા થવાની માન્યતા એ ભયંકર અજ્ઞાન છે, કારણ કે સવાયા વગેરે થવું એ તો ભાગ્યાધીન છે ! ત્યારે અનીતિ તો આત્માનું ભયંકરમાં ભયંકર અહિત કરનાર છે ! અને આ ભવમાં પણ આબરૂની બરબાદી છે ! આ વસ્તુને સમજનાર પુણ્યાત્માઓની દશા કેવી હોય, એ સમજવા માટે શ્રી શાલિભદ્રજીનો પ્રસંગ વિચારણીય છે.
For Private & Personal Use Only
શ્રી શ્રેણિક મહારાજાનું પોતા પર સ્વામિત્વ છે એમ જાણી શ્રી શાલિભદ્રને દુ:ખ થયું, પણ નિષ્કર્ષ શો કાઢ્યો ? એ પુણ્યપુરુષે પોતાના પુણ્યની ખામી
www.jainelibrary.org