________________
1987
– ૨૧ : મનુષ્ય જીવનની વિડંબણાઓ - 91
૩૦૧
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનાર્યતાને ત્રણ વિભાગમાં વહેંચે છે :
૧. એક અનાર્યતા, અનાર્યદેશમાં ઉત્પન્ન થવાને લઈને આવે છે, કારણ કે અનાર્ય દેશના આચાર અને વિચાર જ એવા હોય છે કે ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં આર્યતાનો પ્રાયઃ આવિર્ભાવ જ ન થાય અને ૨. બીજી અનાર્યતા, આર્યદેશમાં પણ અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાને લઈને આવે છે, કારણ કે અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઈને અનાર્યજાતિના જ આચાર અને વિચારની ઉપાસનાના યોગે આર્યદેશના યોગે જે આર્યતા આવવી જોઈએ તે પ્રાયઃ આવી શકતી નથી તથા ૩. ત્રીજી અનાર્યતા, આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના પ્રતાપે ઉત્પન્ન થાય છે અને તેમાં હેતુ તરીકે અશુભ કર્મનો ઉદય તો અવશ્ય હોય છે જ તે છતાં પણ મોટે ભાગે તે કુસંસર્ગ અને સ્વછંદવૃત્તિને જ આભારી હોય છે.'
આ ત્રણેય પ્રકારોની અથવા તો ત્રણ પૈકીની કોઈ પણ એક પ્રકારની અનાર્યતાનો ભોગ થયેલા આત્માઓની ભયંકર દુઃખદ દુર્દશા હોય છે. એ ત્રણેય પ્રકારોની અનાર્યતાને આધીન થયેલા આત્માઓની કેવી દુઃખદ દુર્દશા હોય છે એનો ખ્યાલ કરાવતાં એ પરમ ઉપકારી સૂરિપુરંદર શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
"मनुष्यत्वेऽनार्यदेशे, समुत्पन्नाः शरीरिणः तत् तत् पापं प्रकुर्वन्ति, यद्वक्तुमपि न क्षमम् ।।१।। उत्पन्ना आर्यदेशेऽपि, चण्डालश्वपचादयः । पापकर्माणि कुर्वन्ति, दुःखान्यनुभवन्ति च ।।२।। आर्यवंशमुद्भूता, अप्यनार्यविचेष्टिताः ।।
દુ:હલાવોપ-નિર્વિઘાતુના રૂા” મનુષ્યપણામાં અનાર્યદેશની અંદર ઉત્પન્ન થયેલા આત્માઓ તે તે પાપોને કરે છે, કે જે પાપોનું વર્ણન કરવું એ પણ શક્ય નથી. આર્યદેશમાં પણ ઉત્પન્ન થયેલા ચંડાલ' અને “ચુપચ' આદિ લોકો પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છે. આર્યવંશમાં ઉત્પન ન થયેલા એવાં પણ અનાર્યચેષ્ટાઓના આચરણમાં પડેલા આત્માઓ દુઃખ, દારિદ્રય અને દૌર્ભાગ્યથી બળી ગયા હોવાથી દુઃખપૂર્વક રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org