________________
૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ
એક દુખ જ. બીજી વાત નહિ!
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા માગે છે તે સહેલાઈથી સમજી શકાય તે આશયથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારે ગતિની દુઃખદ દશાનું વર્ણન કરતાં નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપ્યો. એ ત્રણેય ગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપતાં એ પરમોપકારી પરમર્ષિએ ફરમાવ્યું કે -
૧. નરકગતિની વેદનાઓ તો વચનાતીત છે, ૨. તિર્યંચગતિમાં પડેલા આત્માઓ માટે પણ સુખની વાત કરવી એ વ્યર્થ છે અને ૩. મનુષ્યગતિમાં પડેલા આત્માઓ પણ સુખી નથી, કારણ કે તેઓની ત્રણે અવસ્થાઓ દુઃખથી ભરેલી છે અને એ જીવો જન્મથી આરંભીને મરણપર્યંત રોગોથી રિબાતા અને દોષોથી પરાભવ પામેલા જ રહે છે તથા સુધા આદિ દુઃખોથી અને દર્ભાગ્ય આદિ કારમી વસ્તુઓથી સદાય અસ્વતંત્ર હોય છે. અનાર્ય મનુષ્યોની અનાર્યતા :
મનુષ્યગતિની દુર્લભતાના વર્ણન ઉપરથી જેઓ એમ સમજે છે કે મનુષ્યો અને દુઃખી એ સંભવે જ નહિ.' તેઓ ખરે જ અજ્ઞાન છે, કારણ કે “દુર્લભ મનુષ્યભવને પામવા છતાં પણ આત્માઓને પોતાનાં પૂર્વકૃત કર્મો છોડતાં નથી” અને જેઓ “અમે મનુષ્ય છીએ માટે ઊંચા જ છીએ અને એથી અમને તો યથેચ્છપણે વતવાનો હક્ક છે' આવું માની યથેચ્છાણે વર્તે છે તેઓની દુઃખદ દુર્દશાનું દિગ્દર્શન કરાવતાં તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “અનાર્ય મનુષ્યોની અનાર્યતા' આદિનો ઘણો જ સુંદર ખ્યાલ કરાવ્યો છે અને આ અવસરે તે ખ્યાલ આપણે પણ ખાસ કરી વિચારી લેવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org