________________
૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ
91
• સંસારરસિક જીવોની અવદશા :
• એક દુઃખ જ, બીજી વાત નહિ ! અનાર્ય મનુષ્યોની અનાર્યતા :
વિષયઃ અનાર્યતા માનવ જીવનનો અભિશાપ ?
મનુષ્ય જીવનમાં ઉત્પન્ન થયેલા આત્માઓની ગર્ભવાસ અને જન્માવસ્થાના સમયનાં દુઃખોનું તાદશ વર્ણન કર્યા બાદ પ્રસ્તુત પ્રવચનમાં મનુષ્યોમાં પણ અનાર્યતાને પામેલ જીવોની કારમી દુઃખ, દુર્દશા, દાસ્યત્વ, દર્ભાગ્યત્વાદિ દયનીય દશા વર્ણવવામાં આવી છે. અનાર્ય દેશમાં જન્મેલ અનાર્યો, આ દેશમાં જન્મેલ અનાર્યો અને ત્રીજા આર્ય દેશમાં અને આર્યકુળમાં જન્મવા છતાં અનાર્યોની ચેષ્ટાઓ જોઈ કુસંસર્ગને લીધે એ ચેષ્ટાઓને જીવનમાં અપનાવી અનાર્ય બનનાર અનાર્યોની વાતો વાંચી ખરેખર હૃદય સ્તંભિત બની જવા પામે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ એક પણ કહેવા યોગ્ય વસ્તુ કહ્યા વિનાની રાખી નથી, એનું ભાન આપણને થાય છે.
Vଆd
• અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના
નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશની
જ કારવાઈ કરે છે. • આ વિશ્વમાં કોઈ જ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઈ શકતો જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org