________________
૩૦૨ –
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
––––
1988
વિચારવામાં આવે તો અનાર્યદેશમાં અને અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાના કારણે અનાર્ય બનેલા આત્માઓ કરતાં આર્યદેશમાં અને આર્યદેશની અંદર પણ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા આત્માઓ, અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એ ઘણી જ ભયંકર વસ્તુ છે, કારણ કે આર્યદેશની અંદર પણ આર્યવંશમાં જન્મેલા આત્માઓ અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એથી તેઓને મહાન પુણ્યોદયે મળેલી સુંદરમાં સુંદર સામગ્રી પણ કલંકિત થાય છે ! અને એ પણ મુખ્યતયા એક તેઓની સ્વછંદવૃત્તિના જ પ્રતાપે !આર્યદેશ અને આર્યવંશમાં જન્મ પામવા છતાં પણ એક સ્વછંદવૃત્તિના પ્રતાપે તેઓ એવી એવી આચરણાઓ કરે છે કે જેથી ઘડીભર એક વિચક્ષણ આત્માને પણ એમ થઈ જાય કે આ લોકોના કરતાં તો અનાર્ય જાતિમાં અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પણ સારા! અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશની જ કારવાઈ કરે છે ! સ્વચ્છંદી આત્માઓ આર્ય ગણાવા છતાં પણ આજે કેવો કાળો કેર વર્તાવી રહ્યા છે એ શું વર્તમાનમાં અપ્રત્યક્ષ છે ? અને આવા આત્માઓએ ઘોર પાપકરણીના પ્રતાપે આ જ ભવમાં દુઃખ, દારિદ્ર અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગી મરવા જેવી દશામાં મુકાય એમાં આશ્ચર્ય પણ શું છે ?
આવા આત્માઓ અને બીજા પણ ભાગ્યહીન આત્માઓ દુનિયાદારીનું દાસપણું ભોગવે, ગમે તેવા અયોગ્ય આત્માઓના દાસ બનીને અનેક પ્રકારની સેવાઓ કરે પણ પરમ તારક શ્રી વીતરાગ પરમાત્માની અને શ્રી વીતરાગ પરમાત્માના પંથે વિહરતા પરમોપકારી પરમર્ષિઓની તથા એ પરમોપકારીઓએ પ્રરૂપેલા પરમપદપ્રાપક ધર્મની સેવા કરવામાં પોતાની લઘુતા સમજે, એવી એ બિચારાઓની કારમી દુર્દશા હોય છે. સંસારરસિક જીવોની અવદશા :
આ વિશ્વમાં કોઈ જ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઈ શકતો જ નથી; એ કારણે એને કોઈની ને કોઈની આજ્ઞા તો અવશ્ય ઉઠાવવી જ પડે એ કારણે અન્ય અનેકની આજ્ઞાઓ ઉઠાવે છે પણ પુરુષોની આજ્ઞા ઉઠાવવી એ બિચારાઓને ભારે પડે છે અને એથી એ જીવો આ સંસારમાં ઘણી જ દયાપાત્ર દુર્દશા ભોગવે છે. એવા આત્માઓની એવી દુર્દશાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org