________________
૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા – 92
૩૦૯
જેવી આચરણા કરે છે પણ નિર્લજ્જ બનેલો પુરુષ કોઈ પણ કાળે પુરુષ જેવી આચરણા નથી કરતો.
1395
ખરેખર પુરુષ બનવા માટે તો મોક્ષપુરુષાર્થની સાધના ખાતર ધર્મપુરુષાર્થને જ આચરવાની આવશ્યકતા છે અને એ જ કારણે ગુજરાતી ભાષામાં શ્રી અજિતનાથ સ્વામીની સ્તવના કરતાં કવિ શ્રી આનંદઘનજી પણ કહે છે કે -
જે તેં જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ કીછ્યું મુજ નામ.
અર્થાત્ હે ભગવન્ ! જે રાગાદિ આંતરશત્રુઓને, આપે જીત્યા તે રાગાદિ આંતર શત્રુઓને હું જીતું ત્યારે જ હું ‘પુરુષ’ નામ ધરાવવાને લાયક બની શકું તેમ છું પણ આવી રાગાદિ શત્રુઓની પરાધીન અવસ્થામાં હું ‘પુરુષ’ નામ ધરાવવાને કોઈ પણ રીતે લાયક નથી.
મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન :
પણ વિષ્ટાપ્રેમી ભૂંડ, મદનપ્રેમી ગર્દભ અને બુઢ્ઢા બેલ જેવું જ જીવન ગુજારવામાં પડેલાઓને આવી વાતો ગમતી જ નથી એ જ કારણે એ બિચારાઓ પોતાની જાતે જ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકે છે.
“સ્વાસ્ટેશને માતૃમુલ-તારુગ્વે તરુનીમુલઃ ।
वृद्धभावे सुतमुखो, मूर्खो नान्तर्मुखः क्वचित् ।।१।।"
એ મૂર્ખ માનવી, બાલ્ય અવસ્થામાં ‘માતૃમુખ’ એટલે માતાની સન્મુખ જ જોયા કરનાર, માતાનું જ કહ્યું કરનાર અને માતાનું બોલાવ્યું જ બોલનાર બને છે. તરુણપણામાં ‘તરુણીમુખ’ એટલે તરુણીની સન્મુખ જ જોયા કરનાર, તરુણીનું જ કહ્યું કરનાર અને તરુણીનુ બોલાવ્યું જ બોલનાર બને છે અને વૃદ્ધ ભાવમાં ‘સુતમુખ’ એટલે પુત્રની સન્મુખ જ જોયા કરનાર, પુત્રનું કહ્યું કરનાર અને પુત્રનું જ બોલાવ્યું બોલનાર બને છે પણ ‘અંતર્મુખ’ એટલે અનંતજ્ઞાનીઓની આશા તરફ જ જોનાર અને આજ્ઞાથી અવિરુદ્ધ જ બોલનાર કે આચરનાર કદી જ નથી બનતો.
અર્થાત્ પોતાની મૂર્ખતાના પ્રતાપે પોતાનું સમગ્ર જીવન અનંતજ્ઞાનીઓની સેવામાં સમર્પિત કરવાને બદલે બાલ અવસ્થામાં મોહમગ્ન માતાને સમર્પે છે, યુવાવસ્થામાં મોહઘેલી પત્નીને સમર્પે છે અને વૃદ્ધાવસ્થામાં મોહમસ્ત પુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org