________________
૩૦૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
–
13
“વા મૂરપૂરીષrગ્યાં, યોવને રતષ્ઠિત છે
वार्धक्ये श्वासकासाथै-र्जनो जातु न लज्जते ।।१।। બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિણ દ્વારા, યૌવન અવસ્થામાં રત ચેષ્ટિતો (કામચેષ્ટા) દ્વારા અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિથી જીવન પૂર્ણ કરે છે છતાં લોક શરમાતો નથી'.
આ પ્રકારે પસાર થતી અવસ્થાઓ પરિપૂર્ણ રીતે લજ્જાનું સ્થાન હોવા છતાં પણ મનુષ્યજન્મની મહત્તાને નહિ સમજી શકનાર મનુષ્ય, બાલ્યકાલમાં મૂત્ર અને વિષ્ટા સાથે ખેલવામાં, યૌવનકાલમાં કામક્રીડાઓ કરતાં અને વૃદ્ધકાલમાં શ્વાસ અને કાસ આદિથી રિબાવા છતાં પણ લજ્જાને પામતો નથી. એવી કારમી નિર્લજ્જતા અજ્ઞાન મનુષ્યમાં આવે છે. એ કારમી નિર્લજ્જતાના કારણે જે રીતે બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટા સાથે નિર્લજ્જપણે ખેલે છે તે જ રીતે યૌવન અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરવાને પ્રવર્તે છે અને એ જ કારણે વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિ ભયંકર રોગાવસ્થાઓ પણ નિર્લજ્જપણે ભોગવવી જ પડે છે. પુરુષપણાનું કારમું લિલામ :
એ જ કારણે એવા નિર્લજ્જ આત્માઓ, “પુરુષરૂપે હોવા છતાં કોઈ પણ અવસ્થામાં પુરુષ તરીકે રહી શકતા નથી” અર્થાત્ પુરુષપણાનું લિલામ કરે છે, એમ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. કારણ કે –
“પુરષશુવારઃ પૂર્વ, તો મનમઃ |
નરગરવ પશ્વાતું, પર પુના પુમાન્ III” આકૃતિએ પુરુષ હોવા છતાં પણ પૂર્વાવસ્થામાં વિષ્ટામાં ખેલનારો હોવાથી ભૂંડ બને છે, તે પછીની યૌવન અવસ્થામાં કામદેવની સેવામાં આસક્ત બનવાથી રાસમ બને છે અને તે પછી અતિશય કામાસક્તિના કારણે એકદમ અશક્ત બની જવાના હેતુથી વૃદ્ધ અવસ્થામાં બુઢા
બેલ જેવો બને છે પણ પુરુષ એ કદી પણ પુરુષ બનતો નથીઃ અર્થાત્ બાલ્યકાલમાં વિષ્ટાપ્રેમી ભૂંડના જેવી આચરણા કરે છે, યૌવનકાલમાં મદનપ્રેમી ગર્દભ જેવી આચરણા કરે છે અને વૃદ્ધકાલમાં શક્તિહીન બુઢા બેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org