________________
૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા - 92
ઉપકારી આપ્ત પુરુષોનું દાસત્વ સ્વીકારવું પ્રાણાંતે પણ પસંદ નહિ પડે ! વિષયોની પાછળ એવા આત્માઓ ખુવાર થઈ જશે તેની હા, પણ તેઓ અનંતજ્ઞાની અને પરમવીતરાગ એવા આપ્તપુરુષોની આજ્ઞાના શરણે રહી સંતોષી જીવન જીવવાનું કદી જ પસંદ નહિ કરે ! એવા આત્માઓને ધર્મ જેવી વસ્તુ રોગી અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં કે મરણની અવસ્થામાં પણ રુચિકર નહિ થાય ! એવી અવસ્થાઓમાં પણ એ બિચારાઓ નીચકર્મ કરી કરીને દયાપાત્ર દુઃખદશા ભોગવશે તેની હા, પણ નીચકર્મોથી પરાર્મુખ થવાની વાત કોઈ પણ રીતે તેઓના ગળે નહિ ઊતરે ! એવા હીણાચારી અને હીણકર્મી આત્માઓનું દાસત્વ કદી પણ ન મટે અને જીવનભર એવાઓ દુઃખ, દારિદ્રચ અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગ્યા કરે એમાં આશ્ચર્ય પણ શું છે ? અને કદાચ પૂર્વપુણ્યના પ્રતાપે એવા આત્માઓ વર્તમાનમાં સુખી પણ દેખાતા હોય તે છતાં પણ તે આત્માઓ ભવિષ્યમાં અવશ્ય દુઃખી, દુ:ખી અને દુઃખી જ થવાના એમ માનવામાં હરકત પણ શી છે ?
1393
સભા : કશી જ નહિ.
કારણ કે જે આત્માઓ, આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ સ્વચ્છંદી બની ‘જેઓએ વિશ્વના કલ્યાણ માટે એકાંત હિતકર મોક્ષમાર્ગ ઉપદેશ્યો છે અને વર્તમાનમાં ઉપદેશે છે’ – એવા આપ્તપુરુષોની આજ્ઞાથી ઉપરવટ થાય છે એટલું જ નહિ પણ એવી કલ્યાણકારી આજ્ઞા ને એ આજ્ઞાને અનુસારે ચાલતા સર્વોત્તમ માગનો નાશ કરીને યથેચ્છ મહાલવામાં જ રાચે છે, તેઓ સન્માર્ગના નિષ્કારણ વૈરી હોવાના કારણે ભવિષ્યમાં દુ:ખી, દુઃખી અને દુ:ખી જ થાય એમાં કશું જ નવું નથી. ત્રણે અવસ્થાની નિર્લજ્જતા :
૩૦૭
‘અનાર્યતા’ની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, જે આત્માઓએ મનુષ્યભવ પામવા પૂર્વે પણ ઉત્તમ ધર્મની આરાધના નથી કરી અને પામ્યા પછી પણ જેઓને ઉત્તમ સામગ્રી મળી નથી અથવા તો મળવા છતાં પણ ઉત્તમ સામગ્રીની જે આત્માઓ ઉપર ઉત્તમ અસર નથી થઈ શકી તે આત્માઓની ત્રણે અવસ્થાની નિર્લજ્જ કારવાઈનું વર્ણન કરતાં ફરમાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org