________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
મનુષ્યપણાની મહત્તા વર્ણવી છે તે હેતુને નહિ સમજી શકવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ મનુષ્યભવને કારમી રીતે વેડફી રહ્યા છે’ - તેઓની દુર્દશાનું દયાર્દ્ર હૃદયે શ્રી યોગશાસ્ત્રમાં કરેલું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ.
૩૦૬
એ વર્ણનમાં આપણે ‘અનાર્ય મનુષ્યોની અનાર્યતા'ના વર્ણનમાં જોઈ આવ્યા કે અનાર્યો ત્રણ પ્રકારના હોય છે
1392
૧. એક તો અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા જ અનાર્યો હોય છે કે જેઓ દેશના આચાર અને વિચારને વશ હોઈને આખાયે જીવનમાં એવી એવી પાપમય આચરણાઓ આચરે છે કે જે આચરણાઓનું વર્ણન જ વચનાતીત થઈ જાય છે.
૨. બીજા, આર્યદેશમાં ઉત્પન્ન થવા છતાં પણ ‘ચંડાલ અને શ્વપચ' આદિ જાતિમાં જન્મવાના કા૨ણે જાતિઅનાર્યો હોય છે, તેઓ પણ મોટે ભાગે જીવનભર પાપકર્મોને કરે છે અને દુ:ખોને અનુભવે છે.
૩. ત્રીજા, એકલા આર્યદેશમાં જ નહિ પણ આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના કારણે અનાર્ય ગણાય છે અને એવા આત્માઓ પણ અનાર્ય ચેષ્ટાઓના અને દુર્ભાગ્યના પરિણામે દુઃખ, દારિદ્રય અને દૌર્ભાગ્ય આદિના દાવાનળમાં બળ્યા જ કરે છે.
આ વસ્તુ-વર્ણન આપણને સમજાવે છે કે ‘સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્યભવ, જો અનાર્ય દેશમાં, અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવલ વ્યર્થ જ નથી પણ એકાંતે હાનિકર છે' અનાર્ય દેશ અને અનાર્ય જાતિ કરતાં પણ આર્યદેશમાં જ રહેલા આર્યવંશમાં ઉત્પન્ન થઈને જેઓ અનાર્યઆચારોની ઉપાસનામાં જ અહર્નિશ મચ્યા રહે છે તેઓની દુર્દશાની તો કોઈ અવિધ જ નથી. એવા આત્માઓ, સ્વપર ઉભયના માટે એવા ભયંકર અહિતને કરનારા નીવડે છે કે જેનું પરિણામ
આ લોક કરતાંય પરલોક માટે ઘણું જ કારમું આવે છે. એવા આત્માઓ સ્વતંત્રતાના નામે પરમાત્મા અને પરમાત્માની એકાંત હિતકર આજ્ઞાની પણ સામે જ થાય છે ! વિષયવિલાસના ભૂખ્યા બનેલા એ આત્માઓ ગમે તેવાનું ગમે તેવું દાસત્વ સ્વીકારશે તેની હા; પણ તે સ્વચ્છંદી આત્માઓને એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org