________________
૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા
પૂર્વમૃતિ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે. એ પરમર્ષિએ વર્ણવેલી કર્મવિપાકની ગરિષ્ઠતા સહેલાઈથી સમજી શકાય એ હેતુથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતા આ સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે સંસારની “૧. નરક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ.” આરે ગતિની યોનિની સંખ્યા, કુલકોટિની સંખ્યા અને વેદનાઓનું વર્ણન કરી રહ્યા છે.
એ ચારેય ગતિની યોનિની સંખ્યા આદિનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા, એ ગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને એ ગતિમાં પડેલા જીવોની વેદનાના પ્રકાર દર્શાવવા સાથે એ જીવોને ભોગવવી પડતી વચનાતીત વેદનાઓનો સહેજ ખ્યાલ છે શ્લોકો દ્વારા આપ્યો : તે પછી તિર્યંચગતિના પ્રકારો અને તે પ્રકારની યોનિની સંખ્યા અને કુલકોટિની સંખ્યાના પ્રતિપાદન સાથે તે જીવોને પણ ભોગવવી પડતી વેદનાઓનો ખ્યાલ કરાવ્યો : ત્યાર બાદ મનુષ્યગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા દર્શાવવાપૂર્વક એ ગતિમાં પડેલા આત્માઓની પણ દુઃખદ દશાનો સુંદર ખ્યાલ કરાવ્યો.
પણ જેઓ એમ જ માની અને મનાવી રહ્યા છે કે “મનુષ્ય ગતિ તો શાસ્ત્રોમાં ઘણી જ ઊંચી મનાય છે અને એ જ કારણે દશ દશ દૃષ્ટાંતો દ્વારા એની દુર્લભતાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે માટે એવી મહત્તાને પામેલી મનુષ્યગતિમાં આવેલા આત્માઓ પણ દુઃખી છે એમ કહીને તેઓની સ્વતંત્ર પ્રવૃત્તિમાં દખલ કરવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી.” તેઓની સાન, જો તેઓ શાણા હોય તો ઠેકાણે આવે એ ઇરાદાથી; કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, “જે મનુષ્યો અનંતજ્ઞાનીઓએ જે હેતુથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org