________________
૨૨: મોહાધીન મનુષ્યોની મૂર્ખતા
92
પૂર્વસ્મૃતિ :
મોહની મૂંઝવણ : ત્રણે અવસ્થાની નિર્લજ્જતા :
• એક પાપની જ પ્રવૃત્તિ : • પુરુષપણાનું કારમું લિલામ :
અધમતાનો નિરવધિ ! • મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન :
• મનુષ્યભવનું દુઃખ પ્રત્યક્ષ છે! •ધનની લાલસાથી વિÓલતા :
૦ ડહાપણ શામાં ! વિષય: મનુષ્યગતિમાં જન્મેલ આત્માઓની બાહ્ય-જીવન-વાર્ધક્યાવસ્થામાં
થતી વિટંબના.
કર્મવિપાક અર્થાત્ ચતુર્ગતિ ભ્રમણના વિષયાંતર્ગત નરક તિર્યંચ ગતિના જીવોની યોનિઓ, કુળકોટિઓ અને વેદનાઓના વર્ણન બાદ મનુષ્ય જીવોની યોનિ આદિનું વર્ણન શાસ્ત્રકાર કરી ગયા. મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થતી અનેકવિધ વિટંબનાઓનું આ પ્રવચનમાં અતિ કરુણાજનક નિરૂપણ કરેલ છે, જે વાંચતાં ખરેખર એકવાર તો થઈ જ જાય કે આવું મનુષ્ય જીવન પણ ન જ જોઈએ. બાલ્યકાળમાં માતાની તરફ દૃષ્ટિ, યૌવનમાં સ્ત્રી તરફ આકર્ષણ અને વાર્ધક્યમાં પુત્ર-પૌત્રાદિકની આસક્તિ મનુષ્ય જેવા સમર્થને પણ પરાધીન બનાવે છે. સુખમાં છકીને અને દુઃખમાં રડીને દાડા પૂરા કરે છે, વળી
જ્યાં અનંત કર્મોનો જથ્થો ક્ષણમાં બાળી મૂકવાનો હોય ત્યાં જીવ નવનવાં પાપોનો જથ્થો જ ભેગો કરે છે. આ બધું જ કરીને ભવભ્રમણને જ વધારી દે છે. તેથી મનુષ્ય જન્મમાં પણ સુખ નથી, માત્ર દુઃખ જ છે, એ વાત અનેક શાસ્ત્ર સંદર્ભોના માધ્યમે પુરવાર કરી આપી છે.
મુકવાસ્તૃત
સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્ય ભવ, જો અનાર્ય દેશમાં અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવળ વ્યર્થ જ નથી પણ એકાંતે હાનિકર છે. મોહાંધ આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં. ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિ જ નથી હોઈ શકતો. ઉપદેશાત્મક ઉપાલંભોને હિતકર તરીકે અંગીકાર કરવા, એમાં જ ડહાપણ છે. ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત
કરવા બરાબર છે. • ઉપકારીઓના કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોઘ
ઔષધ સમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org