________________
૨૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - -
शास्त्रमुपयुज्यते, अप्राप्ते त्वामुष्मिके मार्गे नैसर्गिक - मोहान्धतमसविलुप्तावलोकस्य शास्त्रमेव परमं चक्षुरित्येवमुत्तरत्राप्यप्राप्ते विषये उपदेश: सफल इति चिन्तनीयं । न च सावद्यारम्भेषु शास्तृणां वाचिक्याप्यनुमोदना युक्ता, यदाहुः
"सावज्जणवज्जणाणं वयणाणं जो ण जाणइ विसेसं ।
वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ।।१।।" “ઘર્થમ્ સર્જન” - આ પદમાં આવેલ “અર્નનમ્ - “અર્થને સંપાદન કરવો' આ વાત વિહિત નથી પણ અનુવાદ્ય છે, એટલે લોકમાં કહેવાય છે તેનું જ માત્ર કથન છે : પણ પેદા કરવો જ જોઈએ' - આ રીતે ઉપદેશ્ય નથી. કારણ કે તે વસ્તુ જગતના જીવોનાં
સ્વયંસિદ્ધ છે” એટલે ઉપદેશ વિના જ સિદ્ધ છે અને ‘ઘર્ણ' એટલે “ધર્મને બાધ ન લાગે તેવી રીતે' આ વાત વિધેય છે. કારણ કે એવી જાતના ઉપદેશ વિના એ વસ્તુ જગતનાં પ્રાણીઓ માટે અપ્રાપ્ય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે “શાસ્ત્ર અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ માટે જ જરૂરી છે. એટલે “ગૃહસ્થ અર્થને ઉપાર્જન કરવો જોઈએ કે ભૂખ્યાએ ખાવું જોઈએ' આવી આવી વાતો માટે ધર્મશાસ્ત્ર ઉપયોગી નથી, કારણ કે એ વસ્તુ તો વિના ઉપદેશે પણ ચાલુ જ છે એટલે કે ગૃહસ્થ પૈસા પેદા કરવામાં કે ભૂખ્યો ભોજન કરવાની બાબતમાં શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા રાખતો જ નથી. એટલે એવી વાતો માટે શાસ્ત્રનો ઉપયોગ છે જ નહિ. બાકી સ્વાભાવિક મોહરૂપ ઘોર અંધકારથી જેની જોવાની શક્તિ નાશ પામી ગયેલી છે, તેવા લોકોને અપ્રાપ્ત પારલૌકિક માર્ગ જોવા માટે તો શાસ્ત્ર એ જ પરમ ચક્ષુ છે ? કારણ કે એ શાસ્ત્રરૂપ પરમ ચક્ષુ વિના મોહથી અંધ બનેલો લોક-પરલોકના માર્ગને જોઈ જ શકતો નથી. એથી એવી વસ્તુઓ માટે જ શાસ્ત્ર એ ઉપયોગી વસ્તુ છે. આવી જ રીતે આગળ પણ જ્યાં જ્યાં આવી વસ્તુ આવે, ત્યાં પણ ‘અપ્રાપ્ત વિષયમાં જ ઉપદેશ સફળ છે એમ સમજી લેવું ? કારણ કે “ધર્મોપદેશક ગુરુઓએ પાપવાળા આરંભોમાં વચનથી પણ અનુમોદના કરવી એ યોગ્ય નથી. આ વાતને સમજાવતાં ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે “જે સાવદ્ય' એટલે પાપવાળાં અને “અનવદ્ય એટલે પાપ વિનાનાં વચ્ચેના વિશેષ (ભેદ)ને નથી જાણતો, તેને બોલવું એ પણ યોગ્ય નથી, તો દેશના દેવી એ તો કેમ જ યોગ્ય હોય ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org