________________
1105
– ૨ : ગૃહધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - -
૧૯
થવા છતાં પણ, રાજ્ય, અગ્નિ, જલ, ચોર વગેરેના ત્રાસથી પીડિત થવા છતાં પણ, વિવિધ પ્રકારનાં નિમિત્તાથી અને સેંકડો આપત્તિઓથી ઘેરાયા છતાં પણ, સકળ દુ:ખના સ્થાનરૂપ ગૃહવાસને નથી તજી શકતા. આ પ્રમાણે જાણનાર આત્માઓ ગૃહસ્થાવાસને સુખાવાસ કે સેવવા યોગ્ય કદી જ ન કહે. પણ દુઃખના આવાસ તરીકે ઓળખાવીને તજવા યોગ્ય કહે, એ જ કારણે તે આત્મા, પોતાને ન ચાલ્યું ગૃહસ્થાવાસમાં રહેવું જ પડ્યું હોય, તો એની સાર્થકતા માટે પોતે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી અનેકાનેક ધર્મપ્રવૃત્તિઓને જ આચરવા માટે ઉદ્યમશીલ બને. આ ઉપરથી તમે સમજી શકશો કે “સકળ દુ:ખોના આવાસરૂપ ગૃહસ્થાવાસને ન જ તજી શકાય, તો તેની સાર્થકતા એટલે કે ગૃહસ્થાવાસમાં કરવા પડતા પાપવ્યાપારોની કંઈક કંઈક અંશે શુદ્ધિ થાય અને પરિણામે તેને તજી દેવાની તાકાત આવે તેવી પ્રવૃત્તિ કરવા માટે જ ધર્મક્રિયાઓ કરવાની છે. પણ તે તે ક્રિયાઓ કરવા માટે ગૃહસ્થાવાસમાં રહેવાનું નથી.” પણ આ વાતને નહિ સમજનારા અજ્ઞાનીઓએ તો કહી જ દીધું કે
“પૃધાશ્રમો , ન ભૂતો ન ભવિષ્યતિ ”
“ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી, થશે નહિ.” કારણ કે અજ્ઞાન એ એક ભયંકરમાં ભયંકર પાપ છે. એ પાપના યોગે આત્મા નહિ માનવાનું જ માની લે છે અને માનવાનું ન માનવાનો ઇન્કાર કરે છે. અન્યથા પાપના સ્થાનરૂપ ગૃહવાસને ધર્મ અને તે પણ સર્વશ્રેષ્ઠ, એમ માનવાની – મનાવવાની વૃત્તિ કેમ જ થાય ?
શ્રી સર્વજ્ઞ પરમાત્માનું શાસન તો ઘરમાં વસતા આત્માઓની ધર્મપ્રવૃત્તિ સિવાયની એક પણ પ્રવૃત્તિનું વિધાન ન થઈ જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. એ જ કારણે –
“ઘર્થન તથા" “પોતાના અંગીકાર કરેલા ધર્મને અથવા તો વ્યવહારશુદ્ધિ આદિને
બાધ ન લાગે તેવી શુદ્ધ રીતે અર્થનું ઉપાર્જન કરવું જોઈએ.” આ પદની વ્યાખ્યા કરતાં ‘ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા પૂર્વના મહર્ષિઓની માફક લખે છે કે –
"अत्र चार्थार्जनमित्यनुवाद्यं नतूपदेश्यं, तस्य स्वयंसिद्धत्वात्, धर्म्यमिति तु विधेयमप्राप्तत्वात, अप्राप्ते हि शास्त्रमर्थवत् न हि गृहस्थोऽर्थमर्जयेद् बुभुक्षितोऽश्नियादित्यत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org