________________
1315
– ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 ––
૨૨૯
પરવશતામાં પડેલાં પ્રાણીઓ પોતાનું આત્મભાન કોઈ પણ પ્રકારે નથી પામી શકતાં, પ્રપંચી આત્માઓ ધારે તો કારમી ગણાતી રાજસત્તાના ફંદામાંથી બચવાના ફૂટ પ્રયત્નો આદરે અને એ આદરવામાં કુશળ હોય તો કદાચ બચી પણ શકે છે પણ કર્મસત્તાના પંજામાંથી બચવું એ કર્માધીન આત્માઓ માટે ઘણું જ અશક્ય છે, કારણ કે કર્મની સત્તા ભયંકર છે. બહાદુરી શામાં ?
સમય પામીને કર્મ નબળા આત્માઓને પાયમાલ કરે છે ને બળવાનને પણ ગબડાવી દે છે. કર્મના સંયોગથી આત્મા ન બચે તો કોઈ પણ કાળે મુક્તિ થવાની નથી; આ જ કારણે જ્ઞાનીઓ કહે છે કે કર્મના ઉદય વખતે ચિંતા કરવાની નથી પણ બંધ વખતે ચેતવાની જરૂર છે. કારણ કે એકવાર જે કર્મ આત્મા સાથે મળી ગયું છે તેનો વિપાક આપ્યા સિવાય રહેવાનું નહિ. કર્મને ભોગવવાનાં સ્થાન ચાર છે. દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ સિવાય પાંચમી સિદ્ધિ ગતિમાં કર્મનો પ્રચાર નથી. ચારે ગતિમાં કર્મના વિપાકનો ભોગવટો છે. સારા યા નરસા કર્મના યોગે સુખ યા દુઃખનાં સાધન મળે છે. ચારે ગતિમાં કર્મો આપેલું લેવાનું છે. બાકી કર્મ સામે થઈ જેટલું આપણે આપણું પોતાપણું પ્રગટ કરીએ તેટલી જ આપણી બહાદુરી.
ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – દેવગતિના આત્માઓ વિષયોમાં પ્રસક્ત છે, નરક ગતિના આત્માઓ દુઃખોથી સંતપ્ત છે, તિર્યંચ ગતિના આત્માઓ વિવેકથી રહિત છે, માત્ર મનુષ્યો પાસે જ પૂરતી ધર્મની સામગ્રી છે.”
આ છતાં એ ગતિમાં પણ કર્મના વિપાકમાં લીન થઈ જવાય એટલે કે શુભના ભોગવટામાં અને અશુભના ષમાં એ દુર્લભ જીવન વેડફી નખાય તો કર્મની સત્તામાંથી છૂટવાનું એકેય સ્થાન નથી. કર્મના વિપાકને સાંભળીને જો નિર્વેદ અને વૈરાગ્ય હૃદયમાં સ્થાન લઈ લે તો કલ્યાણ જ થઈ જાય અર્થાત્ જે કર્મવિપાકને આધીન ન થાય તે જ મુક્તિ મેળવે. સંસારમાં રહેવું પડે ત્યાં સુધીમાં અમુક ગતિમાં નહિ જવું પડે, એ બનવાનું નથી. આયુષ્ય કર્મની અમુક પ્રકૃતિ અમુક ભવ સાથે બંધાયેલી તે ઉદયમાં તો આવશે. ત્યારે ગતિમાં એક ગતિ તો નિર્માણ થયેલી છે, એટલે જવું તો પડશે જ પણ ત્યાં મુક્તિનો માર્ગ ઓછો યા અધિક ત્યારે જ આરાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org