________________
૨૨૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
- 114
સંસાર એટલે ચાર ગતિ :
હવે સૂત્રકાર પરમર્ષિ સૂત્ર દ્વારા તે કર્મવિપાકને કેવી રીતે વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતે અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઈ કઈ જાતનાં અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહૂબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાં જ “સંસાર' એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે –
___ "नारकतिर्यङ्नरामरलक्षणाश्चतस्रो गतयः" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ ઉભય એક જ છે.' આ જ વસ્તુનું સ્પષ્ટ સ્વરૂપે પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસારભાવનાના આંતરશ્લોકો પૈકીના પ્રથમ જ શ્લોક દ્વારા ફરમાવે છે કે –
"संसारिणश्चतुर्भेदा:श्वभ्रतिर्यग्नरामराः ।
પ્રવેગ કહવદુતા: કર્મસમ્બન્યવધતા: III” “સંસારી જીવોના પ્રકાર ચાર છે; - “એક નારકી, બીજા તિર્યંચ, ત્રીજા મનુષ્ય અને ચોથા દેવ.” કર્મોના સંબંધથી બાધિત થયેલા એ ચારે
પ્રકારના જીવો પ્રાયે કરીને ઘણા જ દુઃખી હોય છે.' આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે
સંસારવત આત્માઓ ચાર ગતિઓમાં વહેંચાયેલા છે એટલે કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સિવાય કોઈ પણ સંસારી નથી : કારણ કે સંસારી માત્રનો સમાવેશ એ ચારમાં જ થઈ જાય છે અને એ ચારે ગતિમાં રહેલા આત્માઓ કર્મોના સંબંધથી બાધિત થયેલા છે; એ કારણે ભયંકર પરતંત્ર અવસ્થામાં પડેલા એ ચારે પ્રકારના આત્માઓ ઘણું કરીને દુઃખથી રિબાતા હોય છે. કર્મની પરવશતા એ સંસારી-આત્માની ભારેમાં ભારે બૂરી દશા છે. કર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org