________________
1313 – ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૨૭ કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન શા માટે?
સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે; કેમ કે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્યભાવના જાગૃત થતી નથી તથા નિર્વેદ અને વૈરાગ્ય વિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રુચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી ક્યારે છુટાય એ ભાવના થાય છે. એ નિર્વેદના યોગે એકેએક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતે આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીના પદાર્થોની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે મળ્યું હોય એ પણ છોડવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું છોડવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઈએ; આ જ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતે પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જ્યારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો કે નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે; અર્થાતુ કોઈ પણ ક્રિયા શ્રી જિનેશ્વરદેવોએ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારના બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એકેએક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે.
જ્યાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રતતા નથી થતી; આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખિલવણી વગર ધૂનન ન થાય. આ જ હેતુથી સૂત્રકાર પરમર્ષિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રની શરૂઆતમાં જ ફરમાવ્યું કે –
તે સુખદ ના તદા” તે યથાવસ્થિત કર્મવિપાકને તે જ રીતે પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org