________________
૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજે !
11
• બીજું - વૃક્ષોનું દૃષ્ટાંત :
• છતી શક્તિએ ઉપેક્ષામાંય વિરાધના : • દૃષ્ટાંતનો ઉપનય :
પાખંડીનું લક્ષણ : કુસંપ કરાવવો ! • દુર્દશાનું દિગ્દર્શન :
• ધર્મ વિરોધીઓની ચાલબાજી : • ધર્મમાં દુઃખ શું અને સંસારમાં સુખ શું ? • ઘર ફૂટ્ય ઘર જાય ! • સંસાર એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ : ૯ પોતાના જ પ્રભાવક, શાસનના વિરાધક જ બને ! • સંસારી ને સંયમીનું અંતર :
વિષય : “પંગ ..' સૂત્રના માધ્યમથી વૃક્ષના દષ્ટાંત દ્વારા સંસારી જીવની
રિસ્થતિનું વર્ણન... અનેક પ્રકારની શીતોષ્ણાદિ વેદનાને સહન કરવા છતાં વૃક્ષો સ્થાવર નામકર્મોદયને લીધે સ્થાન ત્યજી શકતા નથી, તેમ વિષય-કષાયને આધીન બનેલા જીવો અનેક પ્રકારની શારીરિક-માનસિક વેદનાઓને ભોગવવા છતાંય તથાવિધ કર્માધીનતાને લઈ સંસાર છોડી શકતા નથી. સંસારમાં ક્યાંય સુખ છે જ નહિ છતાં જીવને સુખનો ભ્રમ કઈ રીતે થાય છે? સંસારીના દુઃખનું અને સંયમીના દુઃખનું સ્વરૂપ અને બંનેનો તાત્ત્વિક ભેદ, શક્તિવાન આત્માની ફરજ શી ? વગેરે વાતોનું વર્ણન કર્યા બાદ ધર્મજનોની એકતા એકસંપીને તોડવા માટે પાખંડી લોકો કેવી કેવી પોલીસીઓ રચે છે, એનું સ્પષ્ટ વિવેચન કર્યું છે. આવા સમયે ધર્મીજનોએ લેવાની કાળજી, શાસનરક્ષા માટેના સુપ્રયત્નો, એ પ્રયત્નો કરતાં જાતનો વિચાર ન કરવો વગેરે બાબતોને અસરકારક શબ્દોમાં સ્પર્શે છે.
• વિષય-વાસનાનાં મૂળ એવાં ઊંડાં છે કે જ્યાં વિષય છોડવાના હોય તે સ્થાનમાં પણ એ યાદ આવે !સારા રૂપ
રંગ મળવાની ત્યાં પણ ઈચ્છાઓ કરે અને એને લઈને ડૂબે. ઈષ્ટ રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ માટે આત્મા જે દીનતા સેવે છે, તે દીનતા જો શ્રી તીર્થંકર દેવની
સેવા માટે સેવે તો કામ થઈ જાય, એ આત્મા ન્યાલ થઈ જાય. • જેના હૈયામાં શાસન વસ્યું છે અથવા શાસનમાં જેનો આગેવાની ભર્યો ભાગ છે તેની એ ફરજ છે કે ગમે
તે ભોગે કલ્યાણાર્થી આત્માને કલ્યાણ માર્ગમાં વચ્ચે આવતાં વિઘ્નો ટાળે. ધર્મી આત્મા પારકી આશાએ ન જીવે. જો પારકી આશા પર જીવન રાખે તો વખતે નાશ પણ થાય. આગમ તો આંગળી ચીંધે, પણ વિચારીને જવું ક્યાં તે પોતાના હાથમાં છે. આગમથી વિપરીત વર્તવું એ જેમ વિરાધના છે, તેમ છતી શક્તિએ આગમની વાતો પ્રત્યે બેદરકારી કરવી
એ પણ વિરાધના છે. • ધમએ ધર્મ રાખવો હોય તો તેણે પાખંડી પાસે ઊભા ન રહેવું જોઈએ અને પાખંડીને પોતાની પાસે ઉભો
ન રાખવો જોઈએ અને તે ન ખસે તો પોતે એનાથી છે
પોતાના પ્રભાવક, એ શાસનના પ્રભાવક ન જ થઈ શકે. • સત્યની રક્ષા માટે સાધુએ પણ ગાળો ખાવાની, પોતા પર મૂકાતાં કલ્પિત કલંકો સહેવાની, કાળું-ધોળું
વાંચવાની, છાપામાં આવતી જુઠી વાતો પણ ગળી જવાની ટેવ કેળવવી પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org