________________
૧ ઃ ધર્મવિરોધીઓની ચાલ સમજો !
બીજું – વૃક્ષોનું દષ્ટાંત :
પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામી મહારાજા “સ્વજન ધૂનન'નું નિરૂપણ કરવાની પીઠિકા બાંધતાં, એ પણ ફરમાવી ગયા કે “મોહથી પ્રબળપણે વીંટાયેલા આત્માઓ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મ પામી શકતા નથી.” આ વાત દૃષ્ટાંતથી પણ સાબિત કરી અને એમાં ઉપકારી ટીકાકાર મહર્ષિએ એ પણ સમજાવ્યું કે સમ્યક્તરત્નની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. માટે સેંકડો ભવે પણ મુશીબતે મળે તેવું અને કર્મવિવરથી મળેલું સમ્યક્ત પામીને વિવેકી આત્માઓએ એક ક્ષણવાર પણ પ્રમાદી બનવું જોઈએ નહીં.'
પ્રમાદ એ આત્માને અતિ ભયંકર હાનિ કરનાર છે. પ્રમાદી આત્મા કદી પણ ધર્મ પામી શકતો નથી અને પામ્યો હોય તો સાચવી શકતો નથી. આથી જ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે “પ્રમાદ - વિષયકષાયાદિથી જેમ બને તેમ છેટા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.” હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સંસારના રાગથી ફસેલાની સ્થિતિ બહુ જ ભયંકર છે. મોહની યોજના જ એવી છે કે ગમે તેવી આપત્તિ આવે તો પણ આત્મા સંસારના સંસર્ગથી ખસતો નથી. આ વાત ઉપકારી મહાપુરુષો બીજા વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવતાં ફરમાવે છે કે –
"भंजगा इव संनिवेसं नो चयंति, एवं (अवि) एगे अणेगरूवे हिं कुलेहिं जाया रूवेहिं सत्ता कलुणं, थणंति नियाणओ ते न लभंति मुक्खं ।"
"भञ्जगा' वृक्षास्त इव शीतोष्णप्रकम्पनच्छेदनशाखाकर्षणक्षोभामोटनभञ्जनरूपानुपद्रवान् सहमाना अपि सनिवेशं स्थानं कर्मपरतया न त्यजन्ति ,'एव'मित्यादिना दार्टान्तिकमर्थं दर्शयति -
_ 'एव'मिति वृक्षोपमया 'अपि' सम्भावने, 'एके' कर्मगुरवोऽनेकरूपेषु कुलेषूच्चावचेषु जाता धर्मचरणयोग्या अपि रूपेषु चक्षुरिन्द्रियानुकूलेषूपलक्षणार्थत्वाच्छब्दादिषु च विषयेषु 'सत्काः' अध्युपपन्नाः शारीरमानसदुःखदुःखिता राजोपद्रवोपद्रुताः अग्निदाहदग्धसर्वस्वा नानानिमित्ताहिताधयोऽपि न सकलदुःखावासं गृहवासं कर्मनिनास्त्यक्तुमलम्, अपि तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org