________________
૧૭: તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં નીચતમ નરકગતિની યોનિ અને કુલકોટિ તથા નરકગતિમાં પડેલા આત્માઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરવા સાથે તે આત્માઓને ભોગવવી પડતી વેદનાઓના પ્રકાર પણ દર્શાવ્યા અને છ શ્લોકો દ્વારા તેઓની વચનાતીત વેદનાઓનો પણ કાંઈક ખ્યાલ કરાવ્યો.
હવે, “તિર્યંચગતિમાં રહેલા આત્માઓ મુખ્યતયા પાંચ પ્રકારમાં વહેંચાયેલા છે કારણ કે તિર્યંચગતિમાં એક ઇંદ્રિયવાળા જીવો હોય છે તેમ બે ઇંદ્રિયોવાળા, ત્રણ ઇંદ્રિયોવાળા, ચાર ઇંદ્રિયોવાળા અને પાંચ ઇંદ્રિયોવાળા જીવો પણ હોય છે : તે પૈકીના એકેન્દ્રિયવાળા જીવો પાંચ પ્રકારે છે : ૧. પૃથ્વીકાય. ૨. અપ્લાય, ૩. તેઉકાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય.” પાંચમા વનસ્પતિકાયમાં પણ બે પ્રકાર છે : “૧. પ્રત્યેક, અને ૨. સાધારણ.' જેમ વનસ્પતિકાયના મુખ્યતયા બે પ્રકાર છે તેમ પંચેંદ્રિય-તિર્યંચોના પણ મુખ્યતયા - “૧. જલચર, ૨. ખેચર અને ૩. સ્થલચર’ આ ત્રણ પ્રકાર છે; તેમાં સ્થલચર' પણ - ૧. ચતુષ્પદ, ૨. ઉર:પરિસર્પ, ૩. ભુજ-પરિસર્પે.' આ ત્રણ પ્રકારના છે.' આ સઘળાય પ્રકારના તિર્યંચોની યોનિ, કુલકોટિ અને વેદનાના સ્વરૂપનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે - १. "तिर्यग्गतौ पृथिवीकायजन्तूनां सप्त योनिलक्षा द्वादश कुलकोटिलक्षाः
स्वकायपरकायशस्त्राणि शीतोष्णादिका वेदनाः, २. तथाऽष्कायस्यापि सप्त योनिलक्षाः सप्त च कुलकोटि वेदना अपि नानारूपा एव, ३. तथा तेजस्कायस्य सप्त योनिलक्षाः त्रयः कुलकोटिलक्षाः पूर्वववदनादिकं, ४. वायोरपि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि शीतोष्णादिजनिता
नानारूपा एव, ५. प्रत्येकवनस्पतेर्दशयोनिलक्षाः साधारणवनस्पतेश्चतुर्दश उभयरूपस्याप्यष्टाविंशति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org