________________
૨૬૬ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
- 10
આયુષ્ય બાંધે છે ? નરકનું આયુષ્ય કેવો આત્મા બાંધે એનું વર્ણન કરતાં પ્રકરણકાર પરમર્ષિ શ્રી દેવેંદ્રસૂરીશ્વરજી મહારાજા “કર્મવિપાક' નામના પ્રથમ કર્મગ્રંથમાં ફરમાવે છે કે –
“વંઘા નિયામહામદિરો " “મહાપરિગ્રહી, મહારંભી અને રૌદ્રપરિણામી
આત્મા નરકના આયુષ્યનો બંધ કરે છે.” નરકના હેતુઓ :
વળી પરમોપકારી પરમર્ષિઓ “મહારંભ, મહાપરિગ્રહ, પંચંદ્રિય જીવોનો ઘાત અને માંસનું ભક્ષણ' – આ ચાર વસ્તુઓને પણ નરકના કારણ તરીકે ઓળખાવે છે.
આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે “મહાન આરંભ, મોટો પરિગ્રહ, પંચેંદ્રિય જીવોનો વધ, માંસાહાર અને રૌદ્રપરિણામ' આ બધાં નરકગતિમાં લઈ જનારાં પાપો છે : અર્થાતુ જે કોઈ વસ્તુ આત્માને રૌદ્રપરિણામી બનાવે તે સઘળી જ વસ્તુ નરકમાં લઈ જનાર પાપ તરીકે મનાય છે.
આ ઉપરથી -- એ વાત તદ્દન જ સ્પષ્ટ થાય છે કે નરકગતિનાં દુઃખોથી ગભરાનારાઓએ મહારંભ આદિ મહાપાપોથી જ ગભરાવું જોઈએ અને એમાં જ સાચી આસ્તિકતા છે. નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે. નરકગતિને માનનારો આત્મા, મહારંભ આદિને ખીલવનારી પ્રવૃત્તિઓમાં કદી પણ ન રાચે. નરકગતિને માનનારા આત્માઓ મહારંભ આદિ ઘોર પાપની પ્રવૃત્તિઓમાં કર્મના યોગે ફસી ગયેલા હોવા છતાં પણ અવસરે અવસરે એ આત્માઓને એ વસ્તુ સંખ્યા વિના રહે જ નહિ. એવી દશા તમારી પોતાની છે કે નહિ એ વિચારો. એ વિચારશો તો જ નરકના હેતુઓથી બચી શકશો.
સૂત્રકાર પરમર્ષિ તથા ટીકાકાર મહર્ષિનો પણ નરકના હેતુઓથી બચાવવાનો જ આશય છે : એ આશયને પોતાની જાત માટે સફળ કરવો એ તમારા પોતાના જ હાથમાં છે.
બાકીની-ગતિઓમાં કેવી કેવી દશા છે એ વગેરેનું વર્ણન હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org