________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
થાત તો મને હ૨કત હતી, પણ એવું કહેવામાં ઘા કચાં પડે ?વિચારો કે મારી જાત માટે શાસન ઉપર ઘા પડવા દેવાય ? આપણું ચાહે તેમ થાય પણ શાસનને આપણાથી હાનિ ન પહોંચવી જોઈએ, એવી ભાવનાને આપણે મજબૂત બનાવવી જોઈએ. આપણા ઉપર આવતા ખોટા આરોપોને આપણે ખુશીથી ખમી ખાવા જોઈએ, પણ શાસનને આંચ લાગે તેવું આપણાથી કશું પણ ન જ થવું જોઈએ. આપણે સાંભળીએ છીએ કે પ્રાણના ભોગે પણ પુણ્યપુરુષોએ શાસનસેવા બજાવી છે અને વાત પણ ખરી છે કે આગમથી એક અક્ષર પણ જેને આઘે જવું હોય તેને જ ગભરામણ, પણ જેને તેમ ન કરવું હોય તેને ગભરામણ પણ શી ? શાસનરસિકે સત્ય કહેતાં ગભરાવું ન જોઈએ ?
૨૧૦
દત્તરાજા આવ્યો અને ‘યજ્ઞનું ફળ શું ?’ એ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા જાણતા હતા કે ‘ઇરાદાપૂર્વક આ પૂછવા આવ્યો છે અને આના જવાબથી ભયંકર અનર્થ થશે.' - છતાં હતું એ જ કહ્યું કે ‘યજ્ઞનું ફળ નરક !'
રાજા : હું કયાં જઈશ ?
કાલિકસૂરિ : નરકે. રાજા : અને તમે ?
1296
કાલિકસૂરિ : સ્વર્ગ.
રાજા : ખાતરી શી ?
કાલિકસૂરિ : આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે.
સાત દિવસ ભગવાન શ્રી કાલિકસૂરિજીને પહેરામાં રહેવું પડ્યું અને પરિણામ એ પરમજ્ઞાનીએ કહ્યું એ જ આવ્યું, પણ એ ડર્યા નહિ. અસ્તુ.
આથી સમજાશે કે ગમે તેવી આફતમાં પણ સત્યને આચરતાં મોક્ષના અર્થીએ ડરવું નહિ જોઈએ અને પ્રાણાંતે પણ ખોટું આચરવું નહિ જોઈએ, એ ધર્મીમાત્રનો નિર્ધાર હોય છે. આથી હું માનું છું કે દ્વેષભરેલી ખોટી કાર્યવાહી ધર્મી કરે જ નહિ, પણ કોઈ અજ્ઞાનીએ આવેશથી કરી હોય અગર અધકરિયાએ દ્વેષથી પ્રેરાઈને ખોટા ઇરાદાથી બનાવટી કાર્યવાહી કહી હોય, તો હું કહી દઉં છું કે એમ કરવામાં એણે ભયંકર ભૂલ કરી છે. ઇરાદાપૂર્વકની ભૂલ સ્વપર ઉભયનું અહિત કરનારી છે, માટે એવી ભૂલનો પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં એવી ભૂલ ન થઈ જાય તેની કાળજી રાખવી, એ જ કલ્યાણકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org