________________
૧૫ ઃ નરકની દારુણ વેદનાઓ :
ટીકાકાર મહર્ષિની અભિલાષા :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામે એ હેતુથી આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા, સંસારવર્તી પ્રાણીઓને કર્મની પરવશતાથી કમને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા માગે છે એ વાત તો આ બીજા સૂત્રની અવતરણિકા અને “તં સુખદ ના તદ” આ સૂત્રાવયવ દ્વારા જાણીએ જ છીએ.
સૂત્રકાર પરમર્ષિના એ આશયને સારામાં સારી રીતે ફળરૂપ બનાવવાના હેતુથી ટીકાકાર મહર્ષિ પોતે જ, ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા જીવો કેવી કેવી દુર્દશામાં સબડે છે એનું કિંચિત્ વર્ણન કરવાને ઇચ્છે છે : એ જ કારણે ચાર ગતિઓ પૈકીની સૌથી અધમ એવી જે નરકગતિ, તેની યોનિઓની સંખ્યા, કુલકોટિઓની સંખ્યા, તેમાં પડેલા જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કેટલી છે તેનું અને નારકી જીવોની વેદનાઓ કેટલા પ્રકારની છે તેનું વર્ણન કર્યા બાદ પણ તે મહર્ષિએ સૂચવ્યું છે કે –
લેશથી કહેવાની ઇચ્છાવાળાની વાણી, નરકમાં પડેલા આત્માઓની વેદનાઓનું વર્ણન કરવાને અશક્ત છે તો પણ કર્મવિપાકના આવેદનથી સંસારવર્તી પ્રાણીઓને વૈરાગ્ય થાય એવી રીતનું સામાન્ય વર્ણન કરવાની તો અમારી અવશ્ય અભિલાષા છે.” વેદનાઓનો સહજ ખ્યાલ :
એ જ અભિલાષાને અનુસરીને નરકના આત્માઓ કેવી કેવી વેદનાઓ કેવા કેવા પ્રકારે ભોગવી રહ્યા છે તેનો સહજ ખ્યાલ આપતાં ટીકાકાર પરમર્ષિ છ શ્લોકોથી ફરમાવે છે કે -
"श्रवणलवनं नेत्रोद्धारं करक्रमपाटनं, हृदयदहनं नासाच्छेदं प्रतिक्षणदारुणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org