________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
અનાજ પુરું થયું નહિ (કારણ કે એ બધી જીનાત અને ભૂતાવળ હતી) આમ એકજ દિવસમાં ત્રાસ પડી ગયો સવારે કસુંબે પીવા માંડવે બોલાવ્યા પણ મેરભાઈએ જવા ના પાડી અને પિતાને જાનીવાસે માવલ સાબાની અને જામલાખાફલાણુને કચેરી સહીત કસુંબ પીવા તેડાવ્યા, તેથી તેઓ બધા જાનીવાસે ગયા. જાનૈયામાં આવેલ મોટા મજબુત બાંધાના પઠાણે અને શુરવીર હૈદ્ધાઓ જોઈ લાખાફલાણુ વિગેરે આશ્ચર્ય પામ્યા, જાનને રોકવાની વાતચીત ચાલતાં મેરભાઈએ જણાવ્યું કે “આપ બાર માસ સુધી જાનને રેકી જમાડો તો મારે તેર માસ સુધી યાચક લોકોને પરવાહ (દાન–ત્યાગ) આપો અને એક માસ જાનીવાસે તમામ માંડવીયાને જમાડવા એ સાંભળી મેરભાઇની ઉદારતા વિષે સહુ આશ્ચર્ય પામ્યા.
સવાર દિવસ ચડયા સુધી યાચકને દરરોજ એક એક સેના મહોર દાનમાં મેરભાઈ આપવા લાગ્યા. પાસે જામલાખો ફુલાણી અને માવલસાબાણી બેઠા હોય ને મેરભાઈ દાન આપે. આ દાન લેવા માટે ઘણું ઘણું અન્ય જાતિના માણસો પણ યાચક બન્યા એ વખતે લાખા ફુલાણીએ નીચેનો દુહો કહેલ છે.
// સોm |
मंगो मंगणहार; कुरोज खंदा कुरमें ।
आगे अइंदी वार; दान न दींदो दोकडो ॥१॥ અર્થ-હે! યાચકો તમે માગે ભાગે કારણ કે ભવિષ્યમાં આગળ ઉપર એવે વખત આવશે કે કે તમોને દેકડે એક પણ દાનમાં નહિ આપે તેથી તમારા કુળના વારસે શું ખાશે? માટે માગ માગે.
ખરેખર જામ લાખાના વાકયો કળીયુગમાં સત્ય નીવળ્યાં છે.
ઉપરના દુહાથી તે દિવસથી ત્રણ જાતી યાચકની નવી ઉત્પન્ન થઈ અને તે માતાજીના હુકમથી ચારણેને યાચવા લાગી ૧ રાવળ વિરમ અને ૩ મેતીસર.
રજપુતેને જેમ મીર, લંઘા, અને ભાંડ એ ત્રણ મુખ્ય જાચક છે તેવીજ રીતે ચારણેના પણ ત્રણ જાચક માવલ સાબાણના યજ્ઞમાં થયા અને મેરભાઇએ તેને દાન આપી યાચક સ્થાપ્યા, તે વિષે પ્રાચીન દુહે છે કે –
I aો . जुं रावळ वीरमर जुवा, मोतीसर3 खटमल ॥
शक्ति चारण समपीओ, एतो अचो अवल ॥१॥ અથ–જુ, જુવા, અને માકડ જેમ વળગે તેમ ચારણને યાદશકિત એ રાવળ વિરમ અને મેડીસર રૂપી યાચકો વડગાડ્યા.
હાલ પણ એ ત્રણે યાચક કેમને ચારણે નીભાવે છે.