________________
૩૮૦ - - યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) ઉદારતા અને એમની હાર્દિક તથા પ્રત્યક્ષ સહાનુભૂતિ સારાએ વિશ્વમાં ખ્યાતિ પામેલાં હતાં તેઓશ્રીની સંપૂર્ણ વફાદારી અને પિતાના વંશજોની અડગરાજ્યનીતિના પાલનના પરિણામે સાર્વભૌમ સત્તા પાસે પણ તેમનું સ્થાન અનેરૂં હતું. ટુંકામાં તેઓ નામદાર હિંદના એક અગ્રણી અને બુદ્ધિશાળી રાજવી હતા તથા સર્વ રાજવીઓના સ્તંભ તથા માર્ગદર્શક હતા.
તેજ પ્રમાણે આપ નામદારશ્રી પણ આપના ટુંક રાજય અમલ દરમિયાન ફક્ત જામનગરની પ્રજાને જ નહિ પણ સમસ્ત કાઠિયાવાડ અને બહાર દેશાવરોમાં પ્રિય થઈ પડયા છે. રાજયના પ્રખર ટીકાકારો પણ આપ નામદારશ્રીનાં ઔદાર્ય તથા પ્રજાવાત્સલ્યનાં મુક્ત કઠે વખાણ કરે છે. આપ નામદારશ્રીની શકિત અને અનુભવનું સંપૂર્ણ દિગ્દર્શન કરાવતો વાલીશાન એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના ભાષણનો ફકરો આ પ્રસંગે ટાંકવો અને સર્વથા યોગ્ય જણાય છે.
આપ નામદારે જે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી છે તેવી કેળવણી હિંદના અનેક રાજવીઓએ પણ મેળવી છે. પરંતુ લશ્કરમાં નામદાર શહેનશાહનું કમીશન પ્રાપ્ત કરી જે તાલીમ અને ડીસીપ્લીન મેળવી શકાય છે તે લાભ અન્ય કોઈકજ રાજવી મેળવી શક્યા હશે. નામદાર શહેનશાહનું કમીશન મેળવવા ઉપરાંત એથી પણ વધારે મહત્વની લાયકાત આપે મેળવી છે. આપે અતિ કઠિનમાં કઠિન લશ્કરી નિયમનાં પાલન કર્યા છે એટલું જ નહિ પણ જેટલા લશ્કરી અમલદારો નીચે આપે સેવા બજાવી છે તે સર્વની પ્રીતિ તથા ઉચ્ચ અભિપ્રાયો આપે સંપાદન કર્યા છે. આપના ઉચ્ચ જન્મ કે દેલતની લાગવગ કરતાં આપની કાર્યદક્ષતાથીજ આપે આપની ઉન્નતિના માર્ગ સરળ બનાવ્યો છે. તેથી અમે ખાત્રીથી માનીએ છીએ કે સદ્દગત બાપુશ્રીના પેટ શમેનશીપ, ન્યાયપ્રિયતા અને બીજાઓ પ્રત્યેની સહિષ્ણુતા જેવા ઉત્તમોત્તમ સદ્દગુણો આપ નામદારશ્રીની કારકિર્દીમાં અગ્રસ્થાન ભગવશે તથા આપનાં કાર્યો અને રાજ્યનીતિ હંમેશાં ફરજ પ્રત્યેની અડગ ધર્મભાવનાથી અંક્તિ રહેશે.” - વ્યાપારી જનતામાં જામનગરના વ્યાપાર ઉદ્યોગની પ્રગતિ તથા ઉન્નતિ સાધી તેને ઉચ્ચ કોટીપર મુકવાનાં પ્રોત્સાહ યુક્ત આંદેલને પ્રસરાવનાર આપ સમાન રાજવીના હસ્તે અમારી આ સંસ્થા આજે ખુલ્લી મુકાતાં આજને આ શુભ દિવસ અમારી ચેમ્બરના ઇતિહાસમાં એક પુનીત દિન લખાશે. - છેવટમાં પરમ કૃપાળુ પરમાત્મા આપ નામદારશ્રી ઉપર પિતાના શુભાશિર્વાદની વૃષ્ટિ કરી દીર્ઘ કાળ સુધી આપ નામદારશ્રીને તંદુરસ્તી, સુખ અને કીર્તિ બક્ષી અમારા વ્યાપારની અભિવૃદ્ધિ અર્થે આપ નામદારશ્રીને દીર્ધાયુષ્પ અર્પે એવી એ વિધ્વંભર પ્રત્યે અમારી નમ્ર પ્રાર્થના છે. : ..
અમે છીએ, આપ નામદારના વફાદાર પ્રજાજને ચેમ્બર ઓફ કોમર્સના સંભાસદે.