________________
હતી કળ] લોધીકા તાલુકાને છતહાસ.
* ૮૩ दुहा:-कविओने वानां करे, आठे पोर अनंद । ...
लोधीके जश लेयणो, हे जाडो हरिअंद ॥ १॥ .. गुणग्राहक मोटे गजे, आछो धरम अभंग । ......... રંગ અમારું કુત,
બિંર ૨ ll તેઓ નામદારશ્રીને અમરસિંહજી તથાદાનસિંહજી નામના બે કુમારો હતા. અને તેઓના લગ્ન ઘણી ધામધુમથી કર્યા હતાં. પાટવિકુમારશ્રી અમરસિંહજીની તબિયત કાયમના માટે નરમ રહેતી, અને તે કારણથી તેઓ નામદાર અંતિમ અવસ્થામાં બહુજ ચિંતાતુર રહેતા. અને એજ ચિંતામાં તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૮ના શ્રાવણ માસમાં દેહ ત્યાગ કર્યો હતો.
સ્વામિનારાયણની નિતી કોઈપણ શાસ્ત્રમાંથી જાણી શકાય તે કરતાં પણ વધારે છે. અને તેના ઉપદેશમાં ઘણે અંશે પવિત્રતાનું પાલન કરેલું છે. અને તેના શિષ્યોને રસ્તે ચાલતાં કંઈ સ્ત્રી તરફ જોવાની પણ મનાઈ કરેલી છે. તેઓ ચોરી અને ખૂનરેજીને ધિક્કારે છે. અને જે પરગણામાં તેમના ઉપદેશની અસર થઈ ત્યાંની વસ્તિ ઘણીજ સુધરી ગઈ છે. તેઓ પરમેશ્વર એકજ છે તેવો ઉપદેશ કરે છે અને ટુંકમાં તેઓએ બહુજ સત્યનું શોધન કર્યું છે અને મારે કહેવું જોઈએ કે ધર્મની સ્થાપનાને માટે ખાસ નિયુક્ત થયેલ વ્યકિત છે. ' ' . ' – ગુજરાતમાં મોટા શહેરને હેવાલ. –
મી. જ બરગેસ એમ. આર. એ. એસ. એફ. આર. જી. એસ. સાહેબે ગુજરાતના હેવાલનું અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે. તેના ક૭૧ થી ૩૩૬ સુધીના પૃષ્ટમાં સ્વામિનારાયણના જન્મચરિત્રની સંક્ષેપ્ત હકીક્ત લખેલી છે. તેમાં લખેલું છે કે –સ્વામિનારાયણે હિંદુ-ધર્મને સુધારો કર્યો. એટલું જ નહિ, પણ ગુજરાતમાં જે લોકો લુંટફાટ કરતા હતા, તેઓને ઉપદેશ દઈને નિતીમાન કર્યા છે. તેની સાબીતી જોઈએ તે આ પ્રાંતના લેકે જે જૂલ્મી હતા. તે સારે ધંધે વળગેલા જોવામાં આવે છે. એ લોકો કેવા જૂમી હતા. તેની વાતો લખીએ તો મોટાં પુસ્તકે ભરાઈ જાય તેટલી છે માટે બીજી બધી બાબતો પડતી મુકીને ઉપરની બાબતથી સ્વામિનારાયણને દેશના સુધારકનું નામ આપી શકીએ. અંગ્રેજ સરકારના અમલથી કેટલાક સુધારો થયો છે. એમ ગણીએ તો પણ તેમને આ દેશના સુધારકનું નામ આપી શકીએ. તેમના ધર્મમાં એવું બંધન નથી. કરવામાં આવ્યું કે અમુક ન્યાતને જ માણસ અમારા ધર્મમાં દાખલ થઈ શકે, દરેક જ્ઞાતિનું માણસ તેમનો ધર્મ પાળે અને તે તેમને ગણાય. એવી છૂટ રાખવાથી કાઠી, કાળી, રજપુત, કણબી વગેરે ઘણું લેકે તેમના ધર્મમાં દાખલ થયા. તેમને પિતાને ધર્મ ફેલાવતાં પ્રથમ ઘણી મુશ્કેલી પડી હતી, પણ અંગ્રેજ સરકારનું રાજ્ય થવાથી તેમણે ઘણું ફતેહ મેળવી હતી. પણ જે મુસલમાન કે મરાઠાનું રાજ્ય હેત, તે ઘણું મુશ્કેલ પડત, કલકત્તામાં રાજા રામમોહનરાય બાબુ હિંદુ ધર્મનો સુધારો કરવાની મહેનત કરતા હતા. પણ તેઓ કોઈ પાદરી સાથે, મુસલમાન સાથે અને હિંદુ સાથે ઘણી તકરાર કરતા હતા. અને સ્વામિનારાયણ તે સૌ સાથે હળીમળી શાન્ત સ્વભાવથી ધર્મ ચલાવતા હતા. તેથી રાજા રામમોહનરાય કરતાં સ્વામિનારાયણ વધારે ફતેહ પામ્યા છે. રાજા રામમોહનરાયના શિષ્યો તેને ખરા અંતઃકરણથી ચાહતા નહોતા, પણ