________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ ધોરાજી. જોડીયા, નવાનગર, કચ્છ-માંડવી, ભુજ, અંજાર, લખપત અને સિંધ વગેરે સ્થળોમાં પોતાની પેઢીઓ ખેલી એવી • શાહ ? બાંધી કે તમામ હિંદુસ્થાનમાં શેઠની હુંડીઓની વિના સંકોચે લેવડદેવડ થતી. આ વખતે કંપની સરકાર મુંબઈ ઇલાકામાં પગ પેસારો કરી રહી હતી. અને દેશી રાજ્યો વચ્ચે તકરારો પડતી ત્યારે સુંદરજી શેઠ નિષ્પક્ષપાતપણે બંને પક્ષને સમજાવી તે તકરારનો અંત લાવતા, તેથી શેઠ કંપની સરકાર અને દેશી રાજ્યો એ બંનેના વિવાસપાત્ર બન્યા હતા. કંપની સરકારે શેઠને નેટીવ એજન્ટ' નો માનવંતે હે આપ્યો હતો. રાજાએ શેઠ પાસેથી નાણું ઉછીનું લેતા અને તે બદલામાં શેઠને પોતાના ગામનો ઇજારો આપતા શેઠે જુનાગઢ, પોરબંદર અને રાજકોટને કારભાર ચલાવ્યો હતો. સંવત ૧૮૨માં કંપની સરકારે પુનાના પેશ્વા બાજીરાવ (બીજા) પર ચઢાઈ કરી ત્યારે સુંદરજી શેઠ પણ સાથે હતા તે લડાઈમાં પેવાની હાર થતાં, કાઠીયાવાડની જમાબંધી અંગ્રેજ સરકારને મળી. તે ઉઘરાવવાનું કામ સરકારે શેઠને સોંપી, એક પાલખી છત્ર, મસાલા અને સુરજમુખીનો મોટો સિરપાવ શેઠને આપો. કચ્છના મહારાવશ્રી રાયધણજી એ મસ્કા તથા ગુંદીયાળી (શેઠની જન્મભૂમિ) એ બે ગામો અઘાટ વંશપરંપરા શેઠને આપ્યાં હતાં. નવાનગરના જામસાહેબે રાવળ પરગણુના ચાર ગામો શેઠને આપ્યા હતાં. તેમજ ધ્રોળના ઠેકેરશ્રીએ એકગામ ગોંડળના ઠોકરે એક ગામ, જુનાગઢના નવાબસાહેબે એક ગામ, અને પોરબંદરના રાણાસાહેબે એક ગામ શેઠને બક્ષિસ આપ્યાં હતાં અને રસનાળ તથા બેગામ શેઠે ગિરાશીઆઓ પાસેથી વેચાતાં લીધાં હતાં, શેઠની સેવાની કદર કરી શેઠના મૃત્યુ પછી પણ મુંબઈ સરકારે શેઠના દિકરા દેવસીંહને રૂપીયા દશહજારની વાર્ષિક આવકવાળુ ઉતરસંડા નામનું ગામ બક્ષિસ આપ્યું હતું. શેઠે પોતાની કરોડોની કમાણીમાંથી લાખો રૂપીઆનો ધર્માદે પણ કર્યો હતે. પોતાની જન્મભુમિનું ગામ ગુંદીયાળીમાં તથા માંડવી આરાંભડા, ગીરનાર પર્વત પર આવેલી હનુમાનધારા અને કાનામાંગરોળમાં શેઠે સદાવ તો ખોલ્યાં હતાં. સંવત ૧૮૬૯ના ભયંકર દુષ્કાળમાં શેઠે કચ્છી પ્રજાને પુષ્કળ અન વસ્ત્રો આપ્યાં હતાં,તેમજ દરેક યાચકને અકકેક ધાબળે, લેટ અને સિધો, દરરોજ સવારે શેઠની ડેલીએથી મળતા, હરદ્વારમાં બાર વરસે મોટો કુંભ મેળો ભરાય છે તેમાં લાખ માણસો આવે છે, તેને શેઠે ચાર દીવસ સુધી ઉતમ મિષ્ટાન જમાડ્યાં હતાં. કહેવાય છે કે, આગળ પાંડવોએ ચાર દિવસ સુધી ત્યાં ભંડારો કર્યો હતો, ત્યારપછી કોઇએ પણ ભંડારો કર્યો હોય તો કચ્છના દાનવીર શેઠ સુંદરજી શિવજી સોદાગરે કર્યો હતો. શેઠે ગીરનાર પર્વતના પગથીયાં ગુરૂદતાત્રયની ટેકસુધી બંધાવ્યા હતા. તેમજ દામોદર કુંડની પાળ બંધાવી હતી. અને કચ્છમાં આવેલા નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, આશાપુરા માતા માંડવીમાં રાણેશ્વર, નાગનીનાથ વગેરે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ધીણોધરના ડુંગરપર ધરમનાથ બાવા, કલ્યાણેશ્વર, નીલકંઠમહાદેવ, વોંધમાં જડેશ્વર અને રાવળ પીર વિગેરેના મંદિર ચણાવી આપ્યાં હતાં, ઉપર પ્રમાણે રાજનીતિ અને વ્યવહારકુશળ શેઠે કચ્છ કાઠીયાવાડમાં પિતાની કિતિ અમર કરી, વિ. સં. ૧૮૭૮ના ફાગણ વદ ૧૨ના રોજ
માંડધિમાં દેહત્યાગ કર્યો. ઉપરની હકીકત (ફતેહમામદ તથા સુંદરજી શેઠની) મહારાઓથી ‘રાયધણજના સમયની હોવાથી અને આપેલ છે,