________________
બીયદુવંશપ્રકાશ.
હિતી યખંડ કાયમ ઉભી રહે છે ત્યાં સ્ટેટ તરફથી પાકે ફરજો બંધાવી, કચ્છમાં જનાર પેસેજને ઉત્તમ સગવડ કરી આપી છે. દરીઆઇ ચીજે-આ સંસ્થાનમાં દરીઆઇ ચીજની ઘણી મટી પેદાશ છે. સાચાં મોતી, મીઠું, વાદળી, સ્પિંજ] સમુદ્ર ફીણ, ચેરના લાકડાં, કરેડની છાલ, શંખલા, છીપાં, ફણીયાપાણા, કિરલ રીફ] માછલી વગેરે મુખ્ય છે. માતાઆ સ્ટેટની હદમાં જેડીયા પાસે માંગરાની ટુઈથી પીંડારા સુધી આસરે ૮થી ૮૫ માઈલના કાંઠામાં ૪૦ ખડકમાંથી મોતી નીકળે છે. તેમજ “સારા” જાતના ઝીણાં મેતી, ૫ણ નીકળે છે. અજાડ, કાળુભાર, શીકા, રેઝી, નેરા, ભઇધર, સચાણું, બાલાચડી, વગેરે ટાપુઓના સ્થળેથી મોતીના છીપલાંઓ જડે છે. હિંદુસ્થાન સિંહલદીપ સિવાય બીજે કઈ પણ સ્થળે આ જાતના છીપલાં નીકળતાં નથી. અમાસ પુનમના ભરતીઓટનું પાણી, કિનારેથી જેટલું દૂર જાય તેટલા ટાપુની અંદર એ છીએ જડે છે. તેથી દૂર ઉંડા પાણીમાં થતી નથી. એટલે જામનગરની મોતીની છીપો મેળવવામાં વિશેષતા છે. સિંહલપિ અને ઇરાની આખાતમાં આવી છીપે ઊંડા પાણીમાં થતી હોવાથી ડુબકી મારનાર તારૂઓને ખપ પડે છે. ત્યારે અહિં તે એ કામ કરનારાઓ વાઘેરના નાના છોકરાઓ એ છીએ શોધી લાવે છે. જામશ્રી રાવળજીના વખતથીજ સાગર મેતીની ભેટ જામને શરણે ધરે છે. પરતું વચ્ચે મેગલ સત્તાવખતે ઔરંગઝેબના સમયમાં થોડો વખત છીપ કાઢવાનું ઈરાદા પૂર્વક બંધ રાખેલ હતું. ચોમાસામાં જે વરસાદ જેસબંધ વરસે તે મોતીની છીપે વધારે પાકે છે. જેથી આસમાસ સુધી તે છીપો શોધી કાઢવામાં આવે છે. ખડકપરો કાદવ વરસાદથી ધોવાઈ જતાં છીપ સ્વચ્છ દીઠામાં આવે છે. જ્યારે ભરતીનું પાણી આવે છે. ત્યારે છીપે લેવા જનારા પિતાના મચ્છવા ત્યાં નાંગરે છે. અને-ઓટ થતો, તે લકે ઉતરી છીપે વણી, કેથળાઓ ભરે છે. તે વખતે ત્યાં ફીટ કે બે ફીટ પાણી ઉંડું હોય છે. કોઈ સ્થળે પાણી મુદલ હોતું પણ નથી પછી તે છીપ મોતીખાતાના અધિકારી રૂબરૂ છરીથી ચીરી તેમાંથી નીકળેલાં મોતીઓ જામનગર લાવી તેનું વર્ગીકરણ કરી તેની કિંમત કરાવે છે. તે થતી કિમતની ૪ રકમ મેતી કાઢનારને મજુરી બદલ અપવામાં આવે છે. કોઈ વખતે મેટા નંગનું મોતી મળી આવે તો તે લેકેને સારું ઇનામ પણ મળે છે. કોઈ વખત ચણીયા બેર જેવડાં મોટાં મોતી પાણીદાર કિંમતી નીકળે છે. દર વર્ષે મેતી નહિં કઢાવતાં, બે ચાર વર્ષે કઢાવે તે કદમાં મેટાં અને સંખ્યામાં પણ વધારે નીકળે તે અનુભવી માણસને મત છે. તિમ વિ.સં. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલ જામનગરની ઔદ્યૌગિક સંપત્તિના કર્તા લખે છે] આગળના વખતમાં બહુજ ઉમદા મેતીઓ નીકળેલ તેની માળાઓ મહારાજાશ્રી શુભ પ્રસંગે પહેરે છે. અને તેથી જામ મોતીચુંવાળા કહેવાય છે. હિંદુસ્થાનમાં ઘણાં બંદરી રાજ્ય છે, પણ મેતીને ખાળો તો જામસાહેબને જ ઘેર છે. ઈશ્વર તે અવિચળ રાખે!!
(૨) મીઠું-મીઠાનો પાક આ સ્ટેટની હદમાંથી જેટલું લેવા ધારીએ તેટલે લેવાય તેમ છે. બ્રિટીશ સત્તાને અંકુશ જ્યારે મીઠા ઉપર નહતો ત્યારે અહિંના ગામ બાલંભા, ઝીંઝેડા, પિંડારા, બેડી, હડીઆણું, ગુરગઢ, બેડ, અને લાંબા વગેરે સ્થળે મીઠાની પેદાશ થતી અને ત્યાંથી જંગબાર આદિ દેશાવરમાં હજારો ખાંડી જતું. હવે ત્યાંથી કુદરતી પાતું મીઠું