________________
શ્રીયદુવંશપ્રકાશ
[તૃતીયખંડ ઘુમલી–(ધુહાલી-ગુહાલી) અને બરડા ડુંગરઆ સ્ટેટના ભાણવડ તાલુકાની સરહદમાં બરડા નામને ડુંગર આવેલો છે. તેમાં નાના મોટા ઘણાં ડુંગરાઓ છે. જેમાં સૌથી ઉંચો ડુંગર દરીઆની સપાટીથી ૧૫૦૦ ફીટ ઉંચો છે. અહિંનું જંગલ ડુંગરો, ખાઈઓ, ઝરો, અને ઝાડીથી ભરચક તેમજ ઘણુંજ ભયાનક અને હિંસક પ્રાણીઓ તથા ચોર બહારવટીઆઓનું રહેઠાણ છે. ઓખાના વાઘેરના બંડમાં વાઘેર લેકેએ પિતાના કુટુંબ કબીલા સહિત આ ડુંગરને આભપરા નામનો કિલ્લો હાથ કરી આસપાસના ગામની ખળાવાડમાંથી પુષ્કળ અનાજ એકઠું કરી ઘણાં માસ સુધી ત્યાં રહ્યા હતા. આ ડુંગરમાં ઔષાને ઉપયોગી પુષ્કળ વનસ્પતિ પાકે છે. તેમજ હરડાં, બેડાં, આમળા, ગુગળ, પડવાસ, ગોરડ વગેરે જાતના ઝાડ ત્યાં ઘણું છે. બરડામાં ઘુમલી નામના પુરાતની શહેરના ખંડિઅરો સૈકાઓ પહેલાંથી ઉજન્ડ થયા છતાં, તેમાંથી હજી પણ ભૂતકાળની સ્મૃતિ કરાવતી નિશાનીઓ મળી આવે છે. ઈ. સં. ૧૮૨૨માં કર્નલ ટોટ સાહેબે એ સ્થળની મુલાકાત લઈ તેનું વર્ણન પિતાની મુસાફરીના પુસ્તકમાં પાનાં ૪૦૪મે લખ્યું છે. તેમજ કપ્તાન જનરલ સર લી મેન્ટ જેકબ સાહેબે ઈ. સં. ૧૮૩૭માં તે શહેરની મુલાકાત લઈ પિતે લખેલા પુસ્તકમાં પાને ૭૩મે તેનું વર્ણન કરેલ છે, તેમજ સોરડી તવારીખના કર્તા પૃષ્ઠ ૪રમે તેનું વર્ણન લખે છે. અને ઇ. સ ૧૮૭૫-૭૭ના વિજ્ઞાન વિલાસ નામના માસિકમાં બરડા અને ઘુમલીનું વર્ણન લખેલ છે. તે દરેકને સાર ગ્રહણ કરી આ નીચે બરડા તથા ઘુમલીના ખંડિયરની હકિકત લખવામાં આવી છે. એ ઘુમલી શહેર જેઠવા રજપૂતોની રાજધાનીનું શહેર હતું. શલ્ય કુમારે ઘુમલી વસાવી કાળભાર, કાછેલું અને હુજન એ ત્રણ તળાવો આભપરા ડુંગર ઉપર બદાવી ત્યાં કામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. તે પછી ૧૩માં સૈકામાં એ શહેર ઉપર મુસલમાનોએ હુમલો કરી નુકશાની કરી હતી. ૧૪મા સૈકમાં જામ ઉનડજીએ સિંધમાંથી મોટા લશ્કર સાથે ચડી આવી લાંબી મુદત ઘેરો નાખ્યો હતો. તેમાં તે ફળીભૂત નહિં થતાં, તેના દીકરા બામણીયાજીએ મોટા લશ્કરથી તે શહેરને ઘેર્યું. ત્યારે તે શહેરના રાજા ભાણ જેઠ કિલેશ્વરને પગ રસ્તે થઈને રાણપુર નાસી આવ્યો અને બામણીયાજીએ ઘુમલીને નાશ કર્યો, રાત્રે અંબાજીએ બામણીયાજીના સ્વપ્નમાં આવી કહ્યું કે “ઘુમલીને નાશ કરવાની તારા પિતાની ઘણા લાંબા વખતની આશા મેં પુર્ણ કરી છે. માટે અહિ, મારી સ્થાપના કરી જેથી બામણીયાજીએ ત્યાં ડુંગરપર દેવીની સ્થાપના કરી પિતાની આશા પુર્ણ કરી તેથી આશાપુરી” નામ આપ્યું. ( કચ્છમાં પણ માતાજી આશાપુરાની સ્થાપના તેણે કરી હતી, ત્યારથી એ પર્વત તથા ઘુમલી અદ્યાપિ પર્યત યદુવંશના તાબામાં છે.
ભાણવડથી દક્ષિણ તરફ જતાં પ્રથમ કાતરધાર આવે છે તે ધાર પર ચડતાં ધુમલીના ખંડેરો નજરે પડે છે. ત્યાંથી ડુંગરાની તળેટીમાં જતાં પ્રથમ ઘુમલી શહેરને પડી ગયેલે દરવાજે આવે છે. જેને લેકે “ભાણ દરવાજો' કહે છે. ત્યાંથી આગળ ચાલતાં માંડવી ચબુતરો છે. તેની પાસે ગોળ વાવ છે જે મજબુત પત્થરથી બાંધેલી છે. તેથી આગળ જતાં જેતાવાવ’ આવે છે જે ઘણી મજબુત બાંધણીની છે. જેની લંબાઈ આશરે