________________
શ્રીયદુવ ́શપ્રકાશ.
પ્રકરણ ૪થુ
જૈન મદીરાના ઇતિહાસ :
[તૃતીય ખંડ
X ધાર્મિક ઐતિહાસિક સ્થળેા ટ્
(સમાજ સેવક પાના ૨૪થીર૬)
જામનગરમાં પ્રાચિન છ જૈનમંદીરા છે. તેમાં ચાર શિખરવાળાં અને એ શિખરે વિનાનાં છે. શિખરાવાળાં ચારે વિશાળ જૈનમદીરા શહેરના મધ્યભાગમાં એકજ સ્થાનકે ઝૂમખાને આકારે શાબી રહેલાં છે. અને તેમાં રહેલી નાની મેાટી શિખરાની અને ઘૂમટાની હારમાળા જોનારા મુસાફરોને આશ્ચય સાથે આનંદ ઉપજાવે છે. તેઓનાં ગગનચુંબી શિખરે। આ શહેરની શાલામાં અપૂર્વ વધારો કરે છે. આ ચારે જૈનમદીરામાં એક વમાનશાહુતુ, ખીજું રાયસીશાહનું, ત્રીજી શેઠનું, અને ચેાથું વાસુપૂજ્યસ્વામીનુ એવા નામેાથી ઓળખાય છે. આ ચારે જૈનમદિરા લગભગ વિક્રમ સ’, ૧૬૩૦થી૧૬૭૦ સુધીમાં જૂદા જૂદા ધનાઢય જૈન ગૃહસ્થા તરફથી લાખાના ખરચે બાંધવામાં આવેલાં છે. અને તેએનું ટુ'ક વૃત્તાંત નીચે જણાવ્યા મુજબ છે.
3
૧ વમાનશાહનું જૈન દેરાસર—આ વમાનશાહ નામના ધનાઢય શ્રાવકા જન્મ કચ્છ દેશમાં આવેલા સુથરી ગામ પાસેના આરીખાણા નામના ગામમાં વિક્રમ સ, ૧૬૦૬ના શ્રાવણુ શુદની પાંચમે થયા હતા. તેઓ એશવાલજ્ઞાતિના પ્રખ્યાત લાલણ નામના ગાત્રમાં જન્મ્યા હતા. તેમને પદ્મસિદ્ધ નામે એક બુદ્ધિશાલી ભાઈ હતા, તે બન્ને ભાઇએ વ્યાપાર માટે કચ્છના ભદ્રાવતી નામના અંદરમાં આવી વસ્યા. તે વખતે ૧ભદ્રાવતી કચ્છ દેશનું એક જાહેાજલાલીવાળું વ્યાપારી બંદર હતું, અને ત્યાં ચીન તથા મલબાર આદિક દેશાના ઘણા વહાણાની આવજાવ હતી. આ બન્ને ભાઇઓએ પણું તે બંદરમાં નિવાસ કરી ચીન, તથા મલખાર આદિક દેશે! સાથે વ્યાપાર કરવા માંડયે, અને તેમાંના પદ્મસિંહશાહ પોતે તે માટે ચીન દેશમાં ગયા હતા. એ રીતે વ્યાપારમાં તેઓએ ઘણું ધન ઉપાર્જન કર્યું, એવામાં અચલગચ્છના આચાર્યં શ્રી કલ્યાણુસાગરસૂરિજી ત્યાં ભદ્રાવતીમાં પધાર્યા. તેમના ઉપદેશથી તે બન્ને ભાઇઓએ પંદરહજાર માણુસાના સંધ કહાડી બત્રીસ લાખ કૈારી ખરચી શત્રુંજયતીર્થની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરતાં તે બન્ને ભાઇએ સંધ સહિત જામનગરમાં આવ્યા. ત્યારે જામનગરના મહારાજા જામશ્રી જસવ'તસિહજીના આગ્રહથી બન્ને ભા જામનગરમાં રહી પેાતાનેા વ્યાપાર કરવા લાગ્યા, અને તેમના વ્યાપારની સગવડ માટે જામશ્રીએ તેમની અર્ધી જગાત માક્ કરી. વળી તે સંધ સાથે આવેલા બીજા રાયસીશાહુ
ભદ્રાવતી ખંદર હાલમાં ઉજડ થઈ જવાથી તે સ્થાનકે હાલનું ભદ્રેસર નામનું ગામ વસેલું છે.