________________
१२०
શ્રીયદુવંશપ્રકાશ
(cતીયખંડ) પૂજ્ય ગુરૂવર્ય શ્રી આણદાબાવાનું શુભ નામ તે તે દેશના તે તે ધામના માણસેથી શ્રવણ કરતા હતા ત્યારે તેઓશ્રીને ઘણો જ સંતોષ થયે હતો. - બાર વર્ષ યાત્રા કરી પિતાની સંસ્થામાં પાછા પધારી પોતાના ગુરૂજીનાં દર્શન કર્યા અને બાવા સાહેબ શ્રી પ્રેમદાસજીએ શ્રી રાણાબાવાને સંસ્થાનો કારભાર સંચો. અને થોડા સમય પછી પોતે ભગવત ચરણ પામ્યા ત્યાર પછી શ્રી રાણાબાવાએ આ સંસ્થાની સેવા કરી. અને પિતે ઘણી વખત સેવકેને સદુપદેશ આપતા તથા જામનગર રાજ્યના સર્વ ખેતી કરનારા ભાઈએ પોતાના ઘર દીઠ મારું માથું શ્રી બોવાસાહેબના સદાવ્રતમાં જેમ શ્રી આણદાબાવાના વખતથી શરૂ થએલું તેમજ પરંપરા પ્રમાણે મોકલાવી દેતા. મહારાજશ્રી રાણાબાવા પણ સાધુ સંતેને ભજન વિગેરે સર્વપ્રકારથી સેવા કરતા આવી રીતે પોતે ઘણું જીવી સંસ્થાની સેવા કરતા હતા. ઘણી વખત પોતાના મનમાં એમ વિચારતા કે કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો આ ગુરૂ સંસ્થાની સેવાનો લાભ તેને સોંપું, સંત પુરૂષ જે જે સંકલ્પ કરે છે તે તે સર્વે સંકલ્પ તેઓના સિદ્ધજ થાય છે આ નિયમ પ્રમાણે પૂજ્ય શુભ નામ મહારાજશ્રી રામપ્રસાદજી હાલ જે આ સંસ્થાના પ્રધાન અધ્યક્ષ છે. તેઓશ્રી પિતાની નાની ઉંમરે શ્રી દ્વારકાની યાત્રા નિમિત્તે આ દેશમાં પધારતાં અહિંના યોગેશ્વર શ્રી સિદ્ધબાવા નામના સંપુરૂષ પાસે પોતે ઉતરેલા અને શ્રી સિદ્ધબાવાને તથા બાવાસાહેબ શ્રી રાણાબાવાને પરસ્પર બહુ પ્રેમ હતો તેને લીધે મહારાજશ્રી રાણાબા હાલના પૂજ્ય મહારાજશ્રી રામપ્રસાદજીની યાચના કરી કે આવા શિષ્ય અમારી સંસ્થામાં જોઇએ આવી ઇચ્છાથી શ્રી સિદ્ધબાવા બહુ ખુશી થયા. અને મહારાજશ્રી રામપ્રસાદજી આ બન્ને મહાત્માએની ઇછાનુસાર શ્રી અન્નદગુરૂ સંસ્થાના આશ્રિત થયા ત્યાર પછી થોડાં વર્ષો બાદ શ્રી રાણાબાવા પિતાના સ્વરૂપમાં લીન થતાં પહેલાં ગુરૂ પરંપરાથી આવેલી સંસ્થાની સેવાને ભાર ઘણું પ્રેમ તથા આશીર્વાદ પૂર્વક મહારાજશ્રી રામપ્રસાદજીને સોંપવામાં આવ્યો અને પિતે થોડા સમય બાદ સ્વ સ્વરૂપમાં લીન થયા. ત્યારે મહારાજશ્રી રામપ્રસાદજી પોતાની ગુરૂ પરંપરાથી આવેલ સંસ્થાની સેવા કરવામાં ઘણું ઉત્સાહથી પ્રવૃત્ત થયા પોતે પણ પૂર્વના મહાત્માઓની તુલ્ય સંસ્થાની સેવા માટે સેવકેમાં ફરવા જતા હતા અને સંસ્થાની અભિવૃદ્ધિના અનેક કાર્યો કરતા. તે વખતે મહારાજાધિરાજ ગૌ બ્રાહ્મણપતિપાલ જામશ્રી વિભાજી સાહેબ પણ તેઓશ્રી પ્રતિ ઘણી પ્રીતિ રાખતા સેવકોમાંથી એટલે રાજ્યના ખેડુતોમાંથી માણું માપાં આવતાં તે પૂર્વના મહાત્માઓની માફક પોતે પણ લેવા પધારતાં, પણ મહારાજશ્રીની ઉત્તમોત્તમ સંસ્થા સેવા દેખી સેવકો તરફથી આવતી સેવાને રાજ્યની વસુલાત સાથે વસુલ કરી સંસ્થાને આપવા રાજ્ય મહારાજશ્રી પ્રતિ બહુ સદ્દભાવ દેખાડેલ છે,
મહારાજશ્રી રામપ્રસાદજીએ આ સંસ્થાના પરમ અભિવર્ધક પુરૂષ છે. આ સંસ્થામાં જે કાંઈ ચમકૃતિ દેખાય છે દેખાય છે તે સર્વ પૂર્વના પુરૂષોના સંકલ્પાનુસાર મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજશ્રીના પુરૂષાર્થનું જ ફળ છે.
વિ. સં. ૧૯૫૬ના ભયંકર દુકાળમાં પોતે અન્ન, કપડાં, વિગેરેનું બહુ દાન કરેલ અને તે વખતે પ્લેગનો સમય હોવાથી, દુઃખમાં નિમગ્ન થએલ બહારના તથા અહિંના મનુ