________________
૧ર૧
શ્રીયદુશપ્રકાશ
(તૃતીયખંડ)
મનુષ્ય... જામનગર જોઇ “શ્રી રામરક્ષિત અન્નદરેગ્ય ભુવન” જરૂર જોવું આ આરાગ્ય ભુવન “રણજીતસાગર' જતાં રસ્તામાંજ પડે છે. મહારાજશ્રીની લેાકાપકારિણી કૃતિ જોઇ શ્રી ગૌબ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાધિરાજ શ્રીલીંબડી નરેશ શ્રી દૌલતસિહજી સાહેબ બહાદૂર આદિ અનેક નૃપતિએ પણ મહારાજશ્રીમાં ઘણા સદ્દભાવ રાખે છે.
મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજનું હૃદય એટલું તેા નિર્મૂળ છે કે દુ:ખીતે દેખી પેાતાનું મન ભરાઇ જાય છે અને તે દુ:ખીને પેાતાથી બનતું અભય આપે છે, પુજ્યમહારાજશ્રી ગુલાબની માફ્ક સ` પ્રાણિઓને (સપક્ષી વિપક્ષી) સ'ને ઘણા પ્રેમથી સુખ આપે છે. પોતે શ્રી અન્નદગુરૂ સસ્થાને અત્યંત અભ્યુદય કરેલ છે પેાતાની હાલમાં પ્રાયઃ એંસી વર્ષીની અવસ્થા હાવાથી પૂર્વ પુરૂષોની તુલ્ય પોતે પણ ભવિષ્યમાં સંસ્થાની સેવા કરવા માટે વેદાન્તતી પડિત માયાપ્રસાદજીના શિષ્ય કરેલા છે અને પંડિતજી પેાતે શાન્ત તથા યાંગ્ય વકતા છે અને હાલમાં પણ શ્રી આણદાબાવા અદ્વૈત વેદાન્ત શ્રવણાલયમાં શ્રી અદ્વૈત વેદાન્ત શ્રવણુ કરાવી મનુષ્યોને અત્યંત લાભ આપે છે. વેદાન્તતીર્થ પંડિત માયાપ્રસાદજીના શિષ્ય શાન્તિપ્રસાદ્રજી છે. અને તે બહુ સુશીલ અને નમ્ર છે તથા તેને અત્યારે વ્યાકરણ. તથા વેદાન્તનું અધ્યયન બહુ સારૂં ચાલે છે અહીંની (જામનગર સ્ટેટની) રાજકીય સંસ્કૃત પાઠશાળા કે જે કાશી (બનારસ) અને કલકત્તાની યુનિવરસીટી–પરીક્ષાનું કેન્દ્રસ્થાન (સેન્ટર) છે. તેમાં ચાલુ સાલે તેઓશ્રી વેદાન્ત પ્રથમામાં અને કાવ્ય મધ્યમામાં પ્રથમ શ્રેણીમાં પાસ થતાં હાલ વ્યાકણુ મધ્યમાતા અભ્યાસ ચાલુ છે, "થથા નામા તથા ગુણા” એ વાકયનું સાર તેઓશ્રી અતિ શાન્ત સ્વભાવના મીલનસાર વિનયી અને સાદાઇ વગેરે સાધુતાના શુભ ગુણા ધરાવતા હેાવાથી લોકો તેમના તરફ કુદરતી આકર્ષાય છે. વળી આકૃતિ મુળાન્ થયતાં ” એ રીતે પણ તેઓશ્રી સ` સગુણા સંપન્ન હાઇઅન્નદગુરૂના ધર્મ તખ્તને દીપાવે એમ સહુ કાઇને ખાત્રી છે ઇશ્વર તે સત્ય કરે અસ્તુ. શાન્તિ...............શાન્તિ.............. ...ufa.
મહાત્મા ઇસરદાસજી (સરાકાં પરમેશ્વરા)
ઇસરદાસજીનું જીવન વૃત્તાંત હરિરસ નામનાં કાવ્યની બુકમાં વિસ્તાર પુર્ણાંક પ્રગટ થઇ ગયેલ છે . તેથી અગે માત્ર તેમના સંક્ષિપ્ત જીવન વૃત્તાંત સાથે તેઓશ્રીની રચેલી કવિતાઓ જે મળેલ છે તેજ અત્રે આપવામાં આવેલ ૐ:—
મારવાડ દેશમાં જોધપુર સ્ટેટ તામે બાડમેર પરગણામાં ભાદ્રેસ નામના ગામે મારૂ ચારણ જ્ઞાતિમાં રોહડીયા શાખાના (તે રાહડીઆ ચારણા રાઠોડ રજપૂતના દશેાંદી છે) બારહટજી ઉદયરાજ અને રામદાનજી નામના એ ભાઇએ રહેતા હતા. તેમાં ઉદયરાજને સુરાજી તથા આશોજી નામના બે પુત્રરત્ના હતા. અને રામદાનજીને ગુમાનદાનજી વગેરે હતા. સુરાજી