Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas
Author(s): Mavdanji Bhimjibhai Rat
Publisher: Mavdanji Bhimjibhai Rat

View full book text
Previous | Next

Page 830
________________ પ્રકરણ પશુ] જામનગરનું જવાહીર. ૧૨૩ તે ઇસરદાસજીના પિતા, તેએ મહાન પ્રભુભકત હતા. ઇસરદાસજીના માતુશ્રીનું નામ અમરબા હતું તેઓ મહા પતિવ્રતા હતાં અને પ્રભુસ્મરણમાં નિમગ્ન રહેતાં, સુરાજીને પ્રથમ કાંઇ સંતાન ન હતું પરંતુ ઇશ્વરકૃપાથી એક જવાલાગીરજી ( સમાધિગીરજી ) નામના યાગી તેને ત્યાં જમવા આવતા, તેમના ઉપર પ્રસન્ન થઇ, પુત્રો થશે!” તે વર આપ્યા હતા. ત્યારપછી સુરાજીને પાંચ પુત્રો થયા, તેમાં ઇસરદાસજી સૌથી મેાટા હતા, અને ભેાજરાજજી, નાંદેજી, કુરાજી, અને ચલાજી એ ચાર નાના હતા, વિ. સં. ૧૫૧પના શ્રવણુ સુદ બીજને શુક્રવારની પ્રભાતે મહાત્મા ઇસરદાસજીનેા જન્મ થયા હતા. તે વિષે પ્રાચિન દુહાઓ છે ;— दुहा संवत पन्नर पनर में, जनमे इसर चंद | चारण वरण चकोरमें, उण दीन हुवो अनंद ॥ १ ॥ पसर १भू पसर १शशी बीज भृगु, श्रावण सितपख सार। समय પ્રાત સુત્ત ધરે, લમો અવતાર મ ઇસરદાસજીને મલ્યાવસ્થાથીજ પ્રભુ ભકિત પ્રિય હતી, તેથી તેમના કાકાશ્રી આશાજી પાસેથી ઇશ્વરી કાવ્યા, લક્ષ્મણજીના છઠ્ઠા વગેરેના અભ્યાસ કરી, માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરમાંજ નવિન કાવ્ય રચતા આશાજીએ લક્ષ્મણુજીના છંદો રચ્યા હતા, તે સમગ્ર મ ભૂમિમાં પ્રસિદ્ધ હતા. એક વખત લક્ષ્મણજીએ પોતે યાગીવેશે આવી આસાજી પાસે તે છંદ સાંભળવા ઇચ્છા જણાવી. પણ તેએ જરા કડક મિજાજના હાવાથી ખેાલ્યા નહિ. પણ ઇસરદાસજી તે છઠ્ઠા ખેાલ્યા. એ ચાર છંદો સાંભળી યાગી અદૃશ્ય થયા. પછી આશાજીને એ હકિકતનેા પશ્ચાત્તાપ થતાં, સાત દિવસ સુધી અન્ન ખાધું નહિ. સાતમા દિવસની રાત્રીએ લક્ષ્મણજીએ સ્વપ્નમાં આવી, ગીરનાર પર્વત પર આવી મળવા કહી, પવનના સામી જે ધુણીના અગ્નિની શિખા ચાલે તે ધુણી (આશ્રમ) મારી છે તેવી નિશાની આપી. કેટલેક વખતે આશાજી તથા ઇસરદાસજી ગિરનાર ગયા, અને તપાસ કરતાં નિશાની મુજબની ધુણી એ ગયા. ત્યાં યેાગીરાજે (લક્ષ્મણજીએ) તેને સત્કાર કરી, રામયાળીના દુધમાં એક કંદમૂળ ઉકાળી, તે અર્ધું દૂધ પાતે પીઇને બાકીનું આશા ખારેટને પીવાનું કહી ખપ્પર આપ્યું. પણ ઉચ્છિષ્ડ દૂધ પિવાની તેને અરૂચિ થતાં, ના પાડી. યેગીરાજે તુરતજ તે ખપ્પર સર દાસજીને આપ્યું. તે પ્રસાદિનું મહત્ત્વ જોણી પી ગયા. ત્યારથી તેની નિરાવરણ દૃષ્ટિ થઇ ગઇ. તેથી યાગીએ કહ્યું કે “ઇશ્વરકા ભજન કરા, તુંમ પાત્ર હા.” પછી ત્યાંથી તેઓ પ્રભાસ અને હ્રારિકાની યાત્રા કરી, કચ્છમાં તારણસર કાર્ટશ્વર જઇ આવી વળતાં જામશ્રી રાવળજીને આવી મળ્યા. એ હકિકત પ્રથમ ખંડમાં જામશ્રી રાવળજીના વૃત્તાંતમાં આવી ગઇ છે. ઇસરદાસજીને જામશ્રી રાવળજીએ ક્રોડ પશાવ કરી જામનગરમાં રાખ્યા હતા, ત્યારે એક રાત્રે શહેર ચર્ચા જોતા, રાવળજી સરદાસજીની મેડીએ આવ્યા. ત્યાં સ્ત્રી પુરુષને વાર્તાલાપ સાંભળતાં, જામશ્રીને શંકા થઇ કે “બારહટજી અહિ' એકલા છે. તેમને સ્ત્રી છે

Loading...

Page Navigation
1 ... 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862