________________
પ્રકરણ ૫મુ] જામનગરનું જવાહર
૧૩૦ કવિને જન્મ વિ. સં. ૧૯૪૯ના હાલારી ભાદરવા સુદ બીજને છે. તેમણે ગુજરાતી અભ્યાસ પુરો કરી, પ્રખ્યાત કવિ ગૌરીશંકર ગોવિંદજી પાસે પીંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તે પછી અમદાવાદની સ્વામિનારાયણની ગાદિના ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના હજુરી પાર્ષદકેસરભકત પાસે રહી, કેટલાક દેના રાગે અને ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. કવિ લાયક ઉંમરના થતાં, તેઓ પિતાના ગામ માજે રાજવડને વહિવટ તેમના કાકાશ્રીની દેખરેખ તળે કરતા. જ્યારે હું કેલેજમાંથી વેકેશનમાં આવતા ત્યારે અમે બને મિત્રો ઘોડેસ્વાર થઈ ગામની સીમમાં, ખેતરોમાં અને વાડીઓમાં બહુજ ફરતા. વિ. સં. ૧૯૬૯થી કવિ ઘણો વખત લોધીકાના મહુંમ તાલુકદારશ્રી દાનસિંહજી સાહેબ પાસેજ રહેતા. દરબારશ્રી દાનસિંહજી દેવ થયા પછી વિ. સં. ૧૯૭૫માં કવિ નવાનગર સ્ટેટના ફેરેસ્ટ ડીપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ સુપરવાઇઝરના હોદ્દા ઉપર દાખલ થયા. તેમણે તે સર્વિસ લગભગ દર વર્ષ કરી પિતાના ડીવીઝનના વેપારી વર્ગથી લઈ છેક અત્યંજ વર્ગ સુધી તેઓએ ચાહના મેળવી હતી. એક વખત હું મુંબઇથી મારા વતનમાં (કાલાવડ) ગયો, અને કવિની ઑફીસે બેઠો હતો. કવિ પોતે નહેતા ( જામનગર ગયા હતા ) પણ તેમના નાનાભાઈ ચતુરજી કે જેઓ નવાનગર સ્ટેટના સનંદી વકીલ છે અને કાલાવડમાં રહી વકીલાતના ધંધામાં ઘણુંજ પ્રમાણિકતા મેળવી છે, તેઓની સાથે હું વાર્તાલાપ કરતે હતો. તેવામાં એક ગામડાને ખેડુત આવ્યો, તેણે અમે સૌ બેઠેલાને હાથ મીલાવી “રામ રામ કરી નીચેના પ્રકાર કર્યા, તે તેનાજ રાબ્દોમાં લખું છું. “ભાઈ માવદાનભાઈ નથી. મેં કહ્યું “ના, જામનગર ગયા છે.” તે કહે, “હવે અમારે ગામ કેદી આવશે? હમણું તો ઘણાં દીથી ભેરા થયા નથી. ગામ આખું ઝંખે છે. મેં કહ્યું “પટેલ અમલદાર ગામમાં મુકામ કરે તે ગામને ગમે ખરું? પટેલ કહે ભાઈ માવદાન ભાઇમાં અમલદાર પણું નથી. મેં કહ્યું? તો તમને ઝાડ કાપવાની છુટ આપતા હશે, વસુલાતની તાકીદ નહિં કરતા હોય. તે કહે ‘ભાઈ અમારા ગામમાં ત્રણ ચાર જણનો દંડ કરાવ્યો છે, તે પછી તેની રજા વિના કેઈ ઝાડ કાપતું નથી, અને દરબારી વસુલાત તો ઉભા ઉભા વસુલ કરે છે, ઈ, અમને કઠણ ન પડે પણ એની બીજી કનડગત નંઈ, માવદાન ભાઈ ગામમાં આવે એટલે ગામના સંધાયા નાના મોટા માણસે રાજી થાય, દિવસે દરબારી કામ કરી રાતે ઉતારામાં ડાયરો જામે, ભજન ગાવાવારા ભજન ગાય વારતા કરવાવારા વારતા કરે, અને ગામના વેઠીઆ [અત્યંજો] સીખે પણ તેદી ઉતારામાં આવે, કઈ દી પોતે પણ અમને ભારે ભારે ધરમની અને રાજાની વાતું સંભરાવે, ને જામસાહેબ બાપુનાં કવત એવાં બોલે કે ગામ આખું છક થઈ જાય, ભાઈ અમે ગામડીયા, રાજા પાસે બોલવાવારા કવિરાજની વાણી કયાંથી સાંભરી છે પણ એને લગરીએ મેટપ નથી. આપડા બાપુનાં કવત સાંભરી અમને બહુ અંગમાં હરખ થાય. હવે આવે તઈ જરૂર કેજે કે અમારે ગામ મેરથી આવે. ને ભાઈ તમેય આવજે, સમાહું છે તે અમે હમણાં નવરા છઈ, તમે મુંબીવારા ગામડાના રાહડા અને ભજન ડાંડીયારા” કેદી જુવો? માવદાનભાઈ આવે એટલે ગામમાં ગોકર જેવો આનંદ છવ થાય; ઉતારામાં તે દી હંધાએ સા પીઈ લીઓ ભાઈ રામ રામ છે. જરૂરાજરૂર આવજે.”