________________
૧૪૦ શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ મારા મિત્રની ગાડીઓ પણ આવી પ્રશંસા કરે તે જાણી મને આનંદ થશે. અને તે હકિકત સત્ય છે કે કેમ તે જાણવા હું એક વખત કવિ સાથે બે ચાર ગામ ફર્યો. પણ દરેક ગામે તેવો જ આનંદ મેં અનુભવ્યું. ગામે ગામ ઘેડાઓની વાઘ પકડી રોકાવા આગ્રહ થાય દરબારી કામો ગામમાં દાખલ થયા કે તુરતજ પતાવી લઈ, નાણાંની વસુલાત કરી અવેજ તીજોરીમાં ભરવા મોકલી દઈ રાત્રે આનંદ કરતા અને જામ-રણજીતનાં કાવ્યો તેની પ્રજાને સંભળાવતા. આમ કવિએ ગ્રામ્ય જનતામાં પણ પોતાના સાહિત્યની લહાણી કરી હતી તેઓ મને કહેતા કે “પ્રાણુભાઈ! સર્વાસમાં દાખલ થયા પછી મેં સ્ટેટનાં ઘણાં ગામે જોયાં, ગીરદેશ જેવો જામને બરડા ડુંગર જેમાં અનેક વનસ્પતિઓ છે તેને અનુભવ લીધા. નાઘેર પ્રદેશ જે રાવળ પ્રદેશ જો, જંગલમાં આવેલા ચારણોના નેસડાઓમાં રાત્રીઓ રહી. એ જંગલી પણ પ્રેમાળ અને પરિણાઓની આગતા સ્વાગતા કરનાર મીઠા હદયના માનવિઓની પરેણુગત માણી: ગોવાળીઆઓના દુહાઓ, અને ગળામાંથી અવાજ કાઢી વગાડાતી વાંસળીઓ અને પાવાઓ સાંભળ્યા. મેરાણીઓ અને આહેરાણુઓનાં ગીતો સાંભળ્યાં. મેરના ડાંડીઆરાસ અને રબારીઓના છેલણ જોયાં. ભરવાડોના ભુવાઓ, કાળીઓની દેવીઓના માંડવાઓ, ખેડુતોની રાંદલમાતાના જાગરણો, અને શેરડીના વાડના ફરતા ચીચેડાઓના અખાડાઓમાં ખુબ રાત્રીઓ ગુજારી, ગ્રામ્ય જનતાના હાવાઓને અનુભવ મેળવી તેમના હૃદયમાં કાંઈક ઘર્મની અને રાજાઓ પ્રત્યે વફાદાર રહેવાની ભાવના જાગ્રત કરી રાજ્ય સેવા બજાવી છે.”
કવિએ તે પછી સાહિત્યના ક્ષેત્ર તરફ દષ્ટિ કરી. અન્ય દેશવારેમાં સાહિત્યની રસ હાણ માંડી. જે સ્થળેથી આમંત્રણ આવ્યું, ત્યાં કવિએ જઈ ચારણી સાહિત્ય સંભળાવ્યું. તેના દાખલાઓ મને જે મળ્યા છે અને હું જાણું છું તેટલા અત્રે આપુ છું. [૧]શ્રી ભાવનગર સાતમી સાહિત્ય પરિષદનું આમંત્રણ આવતાં ત્યાં જઈ ચારણી સાહિત્યની
પ્રથમ પીછાણુ પાડી તા ૨૬-૪-૨૪ [૨] મુંબઈ આઠમી સાહિત્ય પરિષદમાં તા. ૩-૪-૨૬ [૩] વડોદરા શરદો ત્સવમાં તા. ૧-૧૧-૨૬ [૪] સુરત કાળા પ્રદર્શનમાં તા. ૩-૧૧-૨૬ [૫] મુંબઇમાં સર કાવસજી જહાંગીર હોલમાં સર પુરાત્તમદાસ ઠાકરદાસના પ્રમુખ
પણ નીચે લેક સાહિત્યના જલશામાં તા. ૨૯-૬-૨૭ [૬] જામનગર સેવક મંડળ તરફથી જેન પાઠશાળાના હાલમાં તા. ૧૬-૨-૨૮ [૭] નડીઆદ નવમી સાહિત્ય પરિષદમાં તા. ૨૭–૧૦-૨૮ [૮] અમદાવાદ યુવક મંડળ સપ્તાહમાં તા. ૩૧-૧૦-૨૮ [૯] અમદાવાદ સાહિત્ય સભા તરફથી પ્રેમાભાઈ હોલમાં તા. ૩૧-૧૦ ૨૮ [૧૦] પાલણપુર યુવક મંડળ વાર્ષિક મહેસવમાં તા. ૩-૧૧-૨૮ [૧૧] મુંબઈ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની સીલ્વર જયુબીલી મહોત્સવમાં તા.૨૭-૧૧-૨૮