________________
૧૪૬
શ્રીયદુવંશપ્રકાશ
[તૃતીયખંડ ઉપર પ્રમાણે કવિએ કરાંચી (સિંધ)થી આરંભી, કચ્છ, કાઠીઆવાડ ગુજરાત અને ૪મહારાષ્ટ્ર સુધી ચારણી સાહિત્યની રસ લહાણું માંડતાં, એ પ્રદેશના તમામ સાક્ષરે, કવિઓ અને અન્ય સાહિત્ય રસિકે, તેઓને અચ્છી રીતે પિછાને છે.
- જ્યારે કવિ મુંબઈ આવે ત્યારે પ્રથમ કોઈ પણ સંસ્થાનું આમંત્રણ હોવા છતાં મારે ત્યાંજ આવી ઉતરે, પછી તો મુંબઈમાં જેમ જેમ જાણ થતી જાય તેમ તેમ કેટલાએક શ્રીમાને સોલીસીટર બૅરીસ્ટ વગેરે તેમને સાથે લઈ જતા. પછી તો મારે પણુમળવું મુશ્કેલ થઈ પડતું. મુંબઇના જાણીતા શહેરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગ્રગણ્ય ગણાતા શ્રીમાન શેઠ કલ્યાણજી કરમશી દામજી જે. પી. કવિ ઉપર અત્યંત સ્નેહ રાખતા હોવાથી કાયમ તેઓને બંગલે (મુંબઈમાં અથવાતો અંધેરીમાં આવેલા તેઓને બંગલે)માઁ કવિનું મળવું થતું,
એ પ્રમાણે કવિના જીવન પ્રસંગે જે કાંઈ મારા જાણવામાં હતા તે મેં રો કર્યા છે. રાધાકાન્ત બીડિંગ ) કાલબાદેવી રેડ મુંબઇ. લી, વહરા પ્રાણશંકર નથુરામ ઉપાધ્યાય, વિ. સં. ૧૯૯૧ (હાલારી(
અષાડ સુદ-૨, પ્રિયપાઠકગણ- ઉપરનું મારા સંબંધનું મારા મિત્ર પ્રાણુભાઈએ મોકલેલું લખાણ કોઈને આત્મશ્લાઘા જેવું જણાશે. પરંતુ કોઈ પ્રસંગે કોઈ વ્યકતી કંઈ હઠ પકડે તે તે પછી દુરાગ્રહમાં લેખાય છે. તેથી જ મારે મિત્ર વર્ગો અને આપ્તજનોના દબાણના અંગે દુરાગ્રહ છેડી ઉપરની બીના અો લેવામાં આવી છે. તે કેઈને અસ્થાને જણાય તો ક્ષમા યાચુ છું.
જામનગર વિષે જેટલું લખાય તેટલું થોડું છે. એ છોટીકાશીની હકીકત જેટલી મને મળી તેટલી મેં લખી છે. એ પવિત્ર અને વીરભૂમી પર જે મહાન પુરો થઈ ગયા. તેને ઇતિહાસ આપ સમક્ષ મેં મારાથી બનતા પ્રયત્ન રજુ કર્યા છે. આ ઈતિહાસમાંથી યદુવંશી ક્ષત્રીઓ પોતાના પૂર્વજોએ શું શું પરાક્રમો કર્યા અને કેવી રીતે ગામ ગીરાશે મેળવ્યા, એનું જ્ઞાન મેળવશે કવિઓને-રસ અલંકાર યુકત કાવ્યોનું જ્ઞાન મળસે, જામનગર સ્ટેટના વત્નીઓ- પોતાની જન્મભુમીમાં થયેલા વીર પુરુષોનાં પરાક્રમો, તેની ઉદારતા, નીતિ, ધર્મ અને પ્રજા પ્રિયતા તથા જતી સતીઓનાં આખ્યાનો વગેરે શુભ ગાથાઓ વાંચી
ગ્ય જ્ઞાન મેળવશે તો હું મારા પ્રયાસ સફળ મનીશ, એટલું કહી વરમું છું. કાલાવડ (સીતળાનું) વિ. સં. ૧૯૯૧ (હાલારી) | લી. કવિ, માવદાનજી ભીમજીભાઈ રતનું
» પુના ખેતી વાડીના મહાન પ્રદર્શનમાં સ્ટેટ તરફથી તેઓ ત્યાં ગયા હતા. એ વખતે તેઓએ પંચગીની, મહાબળેશ્વર અને પ્રતાપગઢ (જ્યાં શિવાજી મહારાજે અફઝુલખાનને વાઘનખથી માર્યો છે. અને જ્યાં ભવાનીનું મોટું દેવાલય છે.) વગેરે સ્થળે જઈ સાહિત્યની રસ કહાણ કરી હતી.