Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas
Author(s): Mavdanji Bhimjibhai Rat
Publisher: Mavdanji Bhimjibhai Rat

View full book text
Previous | Next

Page 856
________________ પ્રકરણ ૫મું] જામનગરનું જવાહીર. ——: માનપત્ર :રાજકવિ માવદાનજી, કરાંચીની ગુજરાતી પ્રજાને આપે જે રસ હાવા આપ્યા છે તેને માટે અમે ખરેખર ઋણી છીએ. આજે જ્યારે ચારણી સાહિત્યના પડઘા પડતા પણ બંધ થતા જાય છે. ત્યારે રાજકવિ આપને કણ સત્કારે ? આપનો વીરત્વ ભર્યો સ્વર આપની કવિતા બોલવાની શિલી ફરી ફરીને અમને જુનાં સ્મરણ તાજાં કરે છે. ચારણ કુળમાં જન્મી વહી જતા વારસાને આપે પુરા સાચવી રાખ્યો છે. ખરેખરી અદ્દભુત કવિત્વ શક્તિથી મહારાજા જામસાહેબ રણજીતસિંહજીને આપે મુગ્ધ કર્યા. ક્રિકેટ અને બેટનું આપનું કવિતા આપને ચારણી સાહિત્યના અધિષ્ઠાતા બનાવવાને બસ છે. અને પછી ગુજરાતમાં શ્રીયુત મેઘાણી અને શ્રીયુત રાયચુરાએ કર્યો પડકાર-કાકીઆવાડી સાહિત્ય ઝીલવાને ધુળયા જેમ રત્ન શોધી કાઢે તેમ શ્રી રાયચુરાએ આપ જેવાને શોધ્યા, તે દહાડાથી આજસુધી રાજકવિ આપે કેટલાકને મુગ્ધ કર્યા છે? સમય એવો આવ્યો હતો કે બે ચાર રડ્યા ખયા લેખકે લોક વાર્તાઓ કે લોક કાવ્યા મેળવીને લખે તો તેઓ પણ લેક સાહિત્યના ઉદ્ધારક ગણાતા. પણ ચારણી સાહિત્યની અમર ભાવનાને મુહૂર્ત કરતા રાજકવિ માવદાનજી આપે તે ગુજરાત અને આજે બહત ગુજરાત સમક્ષ પણ કાઠીઆવાડના ચારણી સાહિત્યની રસ લહાણ માંડી છે. આપના જેવા પાસેથી જ ચારણી સાહિત્યને આત્મા સમજાય છે. ને કોણ જાણતું નથી આપની એ અગાધ શકિત? અતિ દુર્ધટ એવા ચર્ચરી અને રેણુકી છંદ આપ જ્યારે ગાઓ છો ત્યારે વીરરસની રમઝટ ઉડે છે. શ્રોતાના હૈયાં થનગનાટ કરે છે. અને જુનું કાઠીઆવાડ મુહૂર્તરૂપે ખડું થાય છે. આટઆટલા દિવસોથી આપે કરાંચીના ગુજરાતીઓને ગાંડા કરી મુક્યા છે. આપનો અદભુત સ્વર જ્યાં હોય ત્યાં બરાબર પ્રસંગસર દુહા કે કવિતા ગમતી સાંભળનારના મનમાં રણકાર કરી રહે છે. ચારણ કુળની આપે પ્રતિષ્ઠા જાળવી છે. આપની કીર્તિથી અમારી બહ૬ ગુજરાતના રાજપૂતોની છાતી વેંત વેંત ઉછળે છે. હૃદય ઉછળે છે. અને હઈયું પિકારી ઉઠે છે કે “પૂર્વ જના પંથને ઉજાળજે બાપ કરાંચીમાં આવી આપે અમારી લાગણી દર્શાવવાની જે તક આપી છે, તેને માટે ખરેખર આભારી છીએ. તા. ૧૫-૪-૧૯૨૯ અમે છીએ આપના કરાંચીના રાજપૂતો

Loading...

Page Navigation
1 ... 854 855 856 857 858 859 860 861 862