Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas
Author(s): Mavdanji Bhimjibhai Rat
Publisher: Mavdanji Bhimjibhai Rat

View full book text
Previous | Next

Page 841
________________ શ્રીયદુવશપ્રકાશ ચારણા—નિઃસ્પૃહી, નિઃસ્વાથી, ધર્મોપરાયણુ અને રાજાપ્રજાનું તત્પર રહેતા હતા. રાજા, અને રાજાપ્રજામાં કુસંપ થાય તેા ચારણો મટાડી દેતા, એટલે સ્વચક્ર પરચક્રની ઉપાધિ થવા ન દેતા. ૧૩૪ (તૃતીયખંડ) કલ્યાણ કરવામાં વચ્ચે પડી તુરત ધરણુ --એજ સત્યાગ્રહ, ચારણા પર અન્યાય, સંકટ, કે ત્રાસ થતા ત્યારે ચારણા ધરણું દેતા એટલે સત્યાગ્રહ કરતા, સાત દિવસ સુધી એક મ`ડળ આત્મભાગ આપવા એકત્ર મળી ઉપવાસ કરતું. આઠમે દિવસે પારણુ' કરી, કેાઇ પોતાને ગળે છરી કટાર કે તલવાર નાખતા. ક્રાઇ તેલનેા ડગલો પહેરી સળગાવી જેણે નુકશાન કરેલ હાય, તેની સામે બળી મરે, સ્ત્રીઓ પણ સ્તનેા કાપી લેાહી છાંટતી એ રીતે પોતાના ગામ ગિરાસ સાશણા જાળવી રાખતા. જેમણે ગામ ગિરાસ ઉપર જમા સુધારા કે વેઠ, રાજા બાદશાહને પણ આપેલી નથી એવા ધરણાંઓના કિસ્સા (ત્રાગાંઓની વાતેા) કાઠીઆવાડમાં ઘણે ઠેકાણે ચળીત છે. શાસણ—ચારણાના ગ્રાસને શાસણ કહેવામાં આવે છે. એ શબ્દ શાસન ઉપરથી થયેલ છે. એટલે ચારણા રાજાઓને શાસન (શિક્ષા) કરતા. ન્યાય આપતા તેથી તેના બદલામાં આપેલ ગ્રાસના લેખમાં (તામ્રપત્રમાં શાસણું શબ્દ લખાવતા. કાઇ લેખામાં તા એવું લખેલું છે કે વિધરમી રાજાએ પણ પેાતાનું આંપેલું જાણી આ શાસણુ ગ્રાસને પાળવા’ તેથી જુના વખતમાં અપાએલાં ક્ષત્રિઓના શાણુના ગામ ગ્રાસ બાદશાહે તથા વર્તમાન બ્રિટીશ શહેનશાહે પણુ અદ્યાપિ જાળવ્યા છે, અને ક્ષત્રિય રાજા જાળવે તે પાળે તે તા તેના સ્વધર્મ છે, —: ચારણા અને ક્ષત્રિઓના સબધ ઃ— એ સંબધ માટે જોધપુર મહારાજા માનસિંહજી સાહેબને રચેલ એકજ દુહા બસ છે. भाइयां, जा घर खाग तियाग । चारण क्षत्रि वाग तियागा बाहीरां, तासुं लाग न મન || ક્ષત્રિયાએ ચારણાને પોતાના બધુ બરોબરજ ગણેલા છે. તેમજ ચારણએ ક્ષત્રિએ માટે ઘણી સેવા કરી છે જે દરેક ઇતિહાસામાં પ્રસિદ્ધ છે, કચ્છ રાજ્યને કરજમાંથી મુકત કરનાર કાનાજી પણ ચારણુજ હતા. જે વિષે દુહા છે કે ;— देशमां ॥ १ ॥ काने कोरी क्रोड, रा'ने आपी रोकडी । जीण चारणरी जोड, हुवो न दुजो આપતકાળમાં ચારણો પેાતાના સ્રીપુત્રોને રાજપૂતાને ઘેર સોંપતા અને રાજપૂતાએ તેમને પેાતાની માતાએ મ્હેતા સમાન ગણી, તેમના ધર્મનું રક્ષણ કરેલ છે. તેમજ મેઢા આપતકાળમાં આવી ગયેલ, લાચાર થયેલા ક્ષત્રિએ એ પેાતાના સ્ત્રી પુત્રોને ચારણોની રક્ષામાં સાંપેલ. જે વખતે ચારણોએ પણુ પેાતાને શામધમ બરાબર બજાવેલ છે. આવી પવિત્રતા, વિશ્વાસ અને ધર્મ એ બન્ને જ્ઞાતિમાં પરસ્પર અદ્યાપિ પર્યંત અખંડ જળવાઇ રહેલ છે. પરમાત્મા તેમાં પ્રતિદીન ધવૃદ્ધિ રાખે અને એક બીજાના સહાયક બની પૂર્વની પેઠે ઉન્નતિ

Loading...

Page Navigation
1 ... 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862