________________
પ્રકરણ પj]. જામનગરનું જાહીર.
૧૧ તેમના બીજા શિષ્ય શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી હતા, જેઓએ અનેક શાસ્ત્રીય ગ્રંથોના ઉત્તમ ગુજરાતી ભાષાંતરે લખી દુનીયાને ઉપકાર કર્યો છે. શાસ્ત્રી ઘેલુભાઈ પણ કેશવ શાસ્ત્રીના શિષ્ય હતા અને શાસ્ત્રાર્થ કરવામાં સમર્થ હતા. તેઓએ કેટલાક સંપ્રદાયની અશાસ્ત્રીય રીતિઓ ઉપર ખંડનાત્મક નિબંધો લખ્યા છે કે જેનાં ઉત્તર અદ્યાપિ તે સંપ્રદાયાનુસારીઓ તરફથી થઈ શકયા નથી.
મહાત્મા ઝંડુ ભટ્ટજીના ભાઈ સ્વ. જટાશંકર વૈઘ શાસ્ત્રીજીના શિષ્ય હતા તથા તેમના નાનાભાઈ ભિષશ્વર વિશ્વનાથભાઇ પણ કેશવ શાસ્ત્રીના શિષ્યોમાં થયા છે. અને મહામહોપાધ્યાય શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર કે જેઓએ ગુરૂશ્રીનું ગયાશ્રાદ્ધ પિતાના હાથથી કર્યું. તેઓ ગુરૂના અતિ પ્રિય હતા. અને જેઓએ અનેક સંસ્કૃત નાટકે, કથાઓ મહા કાવ્યો લખી સંસ્કૃત સાહિત્યમાં અનુપમ ઉમેરો કર્યો કે જે યાવચંદ્રદિવાકરી લે કેપકાર કરશે. શાસ્ત્રી હાથીભાઈ હરિશંકર શાસ્ત્રી કેશવજીના છેલ્લા શિષ્યમાં ગયા. ગુરૂની અનુકંપા તેમના ઉપર અસામાન્ય હતી. તેઓ અત્યારે આર્યાવર્તની વિધાન મંડળીમાં સુવિદિત છે. ગવર્મેન્ટ તેમને પણ મહામહોપાધ્યાયની પદવી આપી સન્માનિત કર્યા છે. અને જામશ્રી રણજીતસિંહજી સાહેબે પણ ફર્સ્ટ કલાસ ઓર્ડર ઓફ મેરીટનું સુવર્ણ પદક સમર્પો રાજ સભાના પંડિત નીમ્યા છે અને તેઓ પોતાના ગુરૂશ્રીના નામને અધિક પ્રસિદ્ધિમાં લાવ્યા છે.
સ્થળ સંકોચને લીધે કેશવ શાસ્ત્રીની શિષ્ય ગણના નામો યાદ આવતાં છતાં બંધ કરવી પડે છે પણ ટુંકમાં એટલું કહેવું બસ થશે કે આ દેશમાં વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત ધર્મ શાસ્ત્ર, તિષ પુરાણ, ઈતિહાસાદિક જે કાંઈ વિદ્યા દેખાઈ છે તેનું મુળ જોઈએ તો શુભસ્મરણાવશિષ્ટ પરમશવ શાસ્ત્રીજી કેશવજીજ પ્રતીત થશે.
એ સંગીતાચાર્ય–આદિત્તરામજી -
નવાનગર સ્ટેટમાં જામજોધપુર તાલુકો છે. જે (રબંદર રેલવે લાઇનનું સ્ટેશન છે, તે ગામે સંગીતાચાર્ય આદિતરામજીના પિતામહ વસનજી વ્યાસ રહેતા તેઓ જ્ઞાતે પશ્નારા નાગર હતા તેમના પુત્ર વૈિકુંઠરામજી થયા તે જુનાગઢમાં નવાબશ્રીના આશ્રયે રહેતા તેમના પુત્ર સંગીતાચાર્ય આદિત્યરામજી થયા, જેઓશ્રીને જન્મ વિ. સં. ૧૮૭૫માં થયો હતો. તેઓને નાનપણથી જ સંગીત ઉપર પ્યાર હતો અને પિતાના સખાઓની મંડળીમાં કુદરતી બક્ષીસ હોવાથી ગાયનો બેલી સર્વને છક કરતા જ્યારે તેઓની આઠ વર્ષની ઉમર થઈ ત્યારે એક વખત નામદાર નવાબ સાહેબ શ્રી બહાદુરખાનજી સાહેબ ખજાનચી ઝવેરભાઇ સાથે આદિત્યરામજી વાળા મહોલ્લામાં કાંઈ કારણસર આવી