________________
૧૧૦ શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ આટલું અગાધ જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્રીજીએ કોની પાસેથી મેળવ્યું એ વાતનો ખુલાસો અધ્યાપિ જાણવામાં આવ્યોજ નથી.
જોતિષશાસ્ત્રમાં તેમણે કેશવીયા જાતક પદ્ધતિ’ નામનો ગ્રંથ લખી જન્મપત્રીકારોને માટે એક સરલ માર્ગ બનાવી આપ્યો છે. બીજો “તિથિચિંતામણુ ગ્રંથ લખી પંચોગ બનાવવાને સુગમ પ્રકાર તૈયાર કરી આપ્યો છે. જેમિનીય સૂત્રોની કારિકાઓ રચી તેનું વ્યાખ્યાન પણ પોતે લખ્યું છે કે જે ફલાદેશ કહેવામાં અત્યંત ઉપયોગી છે. પાટી લીલાવતી ઉપર સોપનિક ટીકા લખી છે. તથા વ્યવહાર વિધૃદય નામક ધર્મશાસ્ત્રને અતિ ઉત્તમ નિબંધ લખ્યો છે. આ ગ્રંથે જ્યારે મુદ્રિત થઈ પ્રસિદ્ધ થશે ત્યારે ઘણાજ લેકે પકારકે પ્રતીત થશે. કેશવ શાસ્ત્રીજીને બે પત્ની હતાં. ઝવેરબાને કંઈ પ્રજા ન થવાથી બીજીવાર ગાંડળ પરણ્યા તેમનું નામ જીવીબા હતું. તેમને ૧ પુત્ર તથા ૨ પુત્રીઓ થઈ તેમાં એક પુત્રી નામે નાથીબેન રહ્યાં હતાં, તે એક પુત્ર રમાનાથને તથા બે પુત્રીઓને મેલી સ્વર્ગી થયાં છે.
શાસ્ત્રીજીનો વંશ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે છે, પણ તેમને વિદ્યાવંશ તે એટલે બધે વિશાળ છે કે કચ્છ કાઠીયાવાડ ગુજરાત પ્રતિ દેશમાં કોઈ પણ સાક્ષર વ્યકિત ઉપલબ્ધ થશે તો તે પ્રાય; કેશવ શાસ્ત્રીજીનીજ વિભૂતિ હશે તેમને શિષ્ય પ્રતિ પુત્રનિવિશેષ પ્રેમ તો આ જન્મમાં ઉદાહરણ રુપ થઈ પડે તેવો હતો. તેનાં દ્રષ્ટાંત અહીં અસ્થાને ગણાય પણ તેની સાબેતી તો તેમનાશિષ્યો પુરી પાડે છે કે જેઓ ગુરુનું સ્મરણ અશ્રુવિના ભાગ્યેજ કરી શકે છે.
પ્રાતઃસ્મરણીય જામશ્રી વિભાજીના રાજ્યમાં શાસ્ત્રીજી જામ સાહેબના પરમ પૂજ્ય અને માન્ય હતા, સંવત ૧૯૨૬ માં નારાયણરાવ ખાકર જામનગર આવ્યા અને શાસ્ત્રીજીની વિદ્યાથી પરિચિત થઈ વિસ્મય પામ્યા. તે પછી શાસ્ત્રીજી રાજ્યમાં વધારે માન્ય થયા હતા. શાસ્ત્રીજીને બંગલે બેલાવવા સારૂં બાંટ આવતો (તે વખતમાં બે બળદવાળું વપરાતું વહાન) અને આશીર્વચન કરી પ્રયોજનાનુસાર પાંચ દસ મિનિટ બેસી શાસ્ત્રીજી પાછા પધારી જતા; પણ શાસ્ત્રીજી બેઠા હોય ત્યાંસુધી કોઈ કશું અમર્યાદ બોલી ન શકે અને પોતે પણ શાસ્ત્રીજી સાથે એગ્ય મર્યાદાથી વાતો કરી આમાન્યા જાળવતા. શાસ્ત્રીજીના ઉપદેશથી મહારાજા જામ સાહેબે અનેક શુભ કામે કર્યા છે, અનેક મહારૂદ્ધ, અનેક વિષ્ણુયાગ અનેક સહસ્ત્રચંડી તથા દેવ પ્રતિષ્ઠાઓ, સદાવ્રતો, નવાણો, ધર્મશાળાઓ વિગેરે કરવામાં જે ઉત્સાહ વૃત્તિ જામશ્રી વિભાજની હતી તે કેશવ શાસ્ત્રીના ઉપદેશને આભારી હતી એમ કહેવું તે વતુ સ્થિતિ છે.
કેશવ શાસ્ત્રીના શિષ્ય વર્ગની ગણના અસંખ્ય છે. તથાપિ તેઓમાંના જગત પ્રસિદ્ધ શિષ્યમાં પ્રથમ ગણના યોગ્ય શાસ્ત્રી વિશ્વનાથ વલભજી હતા. તેઓ માંડવીમાં રહેતા અને રાઓશ્રી પ્રાગમલજી તથા હાલના કચ્છ નરેશ મહારાઓશ્રી ખેંગારજી તેઓને પરમ પૂજ્ય માનતા અને રાઓશ્રી ખેંગારજી જ્યારે માંડવી પધારે ત્યારે શાસ્ત્રીજી વિશ્વનાથને સ્થાનકે “જઈ ત્યાં પ્રણામ કરી પછી દરબારમાં પધારતા.