________________
પ્રકરણ ૫મું) જામનગરનું જવાહર.
૧૦૮ | કેશવજી શાસ્ત્રી પર શાસ્ત્રીજી સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેઓ સામાન્ય સ્થિતિના પિતા મુરારજી જોશીના પુત્ર હતા. નાનપણમાં ગામઠી ગોરાણીની નિશાળમાં તેઓએ વ્યાવહારિક શિક્ષણ લીધેલું. સોલેક વર્ષની ઉમ્મરે પિતાના પિતા મુરારજી જોશી પાસે જોવરાવરા આવતા માણસે જોઈ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પિતા પાસેજ શરૂ કરેલ. પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેલવવાની ઇચ્છા થતાં વ્યાકરણ સિદ્ધાંત કૌમુદી ભણવા સંકલ્પ કર્યો. આ સમયે જામનગરમાં શ્રીકૃષ્ણ ભટજી નામના વિદ્વાન હવેલી મંદીરમાં હતા. તેઓની પાસે સિદ્ધાંત કૌમુદી ભણ્યા. શાસ્ત્રી કેશવજી ઘણાજ બુદ્ધિમાન હોવાથી વ્યાકરણ શાસ્ત્રમાં થોડા જ સમયમાં પારંગત થયા. શ્રી કૃષ્ણ ભટજી સભા પ્રસંગોમાં એમને સાથે લઈ પધારતા અને શાસ્ત્રીજી શાસ્ત્રચર્ચામાં વાદીને પરાસ્ત કરી શ્રી કૃષ્ણ ભટજીની પ્રતિષ્ઠા તથા આનંદમાં હમેશાં ઉમેરો કરતા
અહીં મછીપીટની બારી નામના નગરદરવાજા આગળ ખત્રી લોકોની “મની’ નામનું શ્રી વૈષ્ણવોનું (રામાનુજ સંપ્રદાયનું) દેવસ્થાન છે. તેમાં દ્રાવિડ સમર્થ વિદ્વાન શ્રીનિવાસતાતાચાર્ય પધાર્યા. તેઓ ન્યાય શાસ્ત્રમાં અદ્વિતીય હતા અને દર વર્ષે અત્રના રામાનુજ સંપ્રદાયના અનુયાયિ ભકતજનના અનુગ્રહોથે પધારી ચાર પાંચ માસ સ્થિરતા કરતા. એ મહાપુરુષની સાથે કેશવજી શાસ્ત્રીને પરિચય થતાં ઘણું પ્રસન્નતાથી શ્રી તાતાચાર્યે તેમને ન્યાયશાસ્ત્ર ભણવ્યું. તાતાચાર્યજી સારા કવિ તથા કાવ્યમર્મજ્ઞ હતા તે સાથે મીમાંસાના પણ ઉમદા વિદ્વાન હતા એટલે તેમના સહવાસને પ્રતિવર્ષ લાભ મળતાં શાસ્ત્રીજી કાવ્ય, ધર્મશાસ્ત્રગ્રંથ તથા મીમાંસાના પૂર્ણ અભ્યાસી થયા.
સંવત ૧૯૦૮ માં શ્રી ટોકરા સ્વામી (પૂર્ણાનંદજી) પધાર્યા તેમની પાસે વેદાન્તના પ્રસ્થાન ગ્રંથ તથા અત સિદ્ધિ ચિસુખી પ્રકૃતિ પ્રમાણુ એને અભ્યાસ કર્યો. આમ કેશવ શાસ્ત્રીજીએ અનેક ગુરૂઓ પાસે અનેક વિદ્યાઓને અભ્યાસ કરી શ્રી દત્તાત્રેય મુનિનું અનુકરણ કર્યું.
એમના પિતા મોરારજી જોશી તિષ શાસ્ત્રના ગૃહલાધવાદિ સામાન્ય ગ્રંથના પરિચિત હતા અને શાસ્ત્રનું તિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન તે એટલે સુધી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું હતું કે સં. ૧૯૨૬માં જ્યારે તેઓ કાશયાત્રાએ પધાર્યા અને કાશીમાં લગભગ બે વર્ષ જેટલો સમય રહ્યા. તે દરમ્યાન ભાસ્કરાચાર્ય તુલ્ય ગણાતા બાપુદેવ શાસ્ત્રી જેવા તિષીઓ સાથે ખગોળવિદ્યા સંબંધી ચર્ચાઓમાં શાસ્ત્રીજી સર્વને વિસ્મય પમાડતા, બાપુદેવ શાસ્ત્રી તે તેમના ઉંડા જ્ઞાનથી એટલા બધા વિસ્મય થયા હતા કે તે પછીના તેમને પરસ્પરને પત્ર વ્યવહાર એક ગ્રંથ જેવો હાઈ ખગોળ વિદ્યાની ઘણી સમસ્યાઓનો પરિહાર દર્શક થય છે.
લેખક–રા. નવલશંકર હાથીભાઈ શાસ્ત્રી, સમાજસેવક જામનગરી અંક પૃષ્ઠ