________________
૧૧૬ શ્રીયદુવંશપ્રકાશ
(તૃતીયખંડ) શ્રવણ કરી માબાપને આશ્ચર્ય થયું છે અને કોણે ભરમાવ્યો હશે ? આતે ઘર વેચી તીર્થ કરે એ ઉડાઉ જાગ્યો, જો કે સાધુ સંતને ચપટી લેટ આપે એ દરેક ગ્રહસ્થની ફરજ છે. પરંતુ આમ દરરોજ પાંચ પચાસ સાધુઓને અન્ન આદીથી સંતોષવા એ આપણને ન પાલવે આ રીતે તે રાજાના ભંડાર પણ ખુટી જાય. આવા અનેક વિચાર કરી તેઓએ પિતાના પુત્રોને કહ્યું છે જે ભાઈ! તારી ટેવ સુધાર તે આ ઘરમાં રહે નહિંત તારે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જો કારણ કે તારી આ ઉડાઉ રીતિ ઘણો વખત સહન કરી હવે સહન થઈ શકે એમ નથી. અમારે નાત જાતમાં એક ગૃહસ્થ તરીકે રહેવાનું છે. આ સાંભળી આનંદે જવાબ આપો માત પિતા? મારી કઈ ટેવ ખરાબ છે? કે જેને સુધારવાની જરૂર હોય તેમ છતાં મારું આચરણ જો આપને ન ગમતું હોય તો હું આજેજ અહિંથી ચાલતો થાઉં છું. આપ રાજી ખુશીથી રજા આપો છો એ મારા સદ્દભાગ્યની વાત છે. મારે પરણવું નથી મારા બીજા ભાઈઓ છે તેનાથી આપને વંશ રહેશે. આપ આ બાળકની લેશ પણ ચીંતા કરશો નહિ કારણ કે જગતને પિતા તેજ મારો પિતા છે. એમના જેટલાં બાળકે તે સર્વ મારા બંધુ જન છે. આજ આ ગૃહસ્થ કુટુંબને તજી હું મહાન વિશ્વ કુટુંબવાળો બનવા ઈચ્છું છું, બસ એજ વખતે માત પિતાના ચરણકમળમાં વંદન કરી મહાત્મા આનંદ ચાલી નીકળ્યા. તેઓએ સાંભળેલું જે જામનગર શહેરમાં પિતાના ઘણાં જ્ઞાતિ બંધુઓ રહે છે અને ત્યાં ધંધો રોજગાર પણ સારો ચાલે છે. તેમજ ગામ શ્રદ્ધાળુ હોવાથી ત્યાં રહેવામાં આનંદ આવશે. આમ ધારી તેઓ જામનગર આવ્યા, પિતે ચુનંદા કારીગર હોવાથી શરૂઆતમાં એક સોનીની દુકાને મજુરી વડે કામ કરવા બેસી ગયા. તેઓને પ્રતિ દિન પાંચ કેરી મજુરી મળતી અને એ પાંચ કેરીમાંથી માત્ર અધ કરી પિતાના નિર્વાહ અર્થે તેઓ વાપરતા અને સાડીચાર કેરીના રોજ દાળીઆ લઈ સાધુ સંતને તથા બાળકને પોતાના હાથે વહેંચી દેતા આ રીતના નિત્ય કર્મથી ગામના સદ્દગૃહસ્થો સામાન્ય જનો અને રાજકીય પુરૂષ તેમના તરફ સદ્દભાવથી જેવા લાગ્યા, શ્રી અણંદરામજીએ લગભગ પાંત્રીસ વર્ષ પર્યત એજ રીતે ધંધો રોજગાર કરી જાત મહેનતથી મેળવેલું દ્રવ્ય દાળીઆના સદાવ્રતમાં વાપર્યું.
- ત્યાં ઘોરાજીમાં જે કન્યા સાથે આનંદનું સગપણ થયું હતું તે કન્યાના મા બાપે કઈ બીજા વર સાથે પિતાની પુત્રીનું વેવીશાળ કરવાનો વિચાર કર્યો. પરંતુ કન્યા સંસ્કારી હેવાથી અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર મહાત્મા પતિની વૈરાગ્ય વૃતિનું વૃત્તાંત સાંભળી પોતે પણ વૈરાગ્ય યુક્ત બન્યાં અને પરણ્યા વગરજ ભગવદ્ભકિતપરાયણ રહી પોતાનું જીવન ચાંદ્રાયણ આદિ વૃત્ત આચરણદ્વારા સમાપ્ત કર્યું.
અહિં જામનગરમાં મહાત્મા આનંદરામજી યુવાવસ્થાના આદિ મધ્ય તથા અન્ત પર્યત ભગવદ્ભકિતપરાયણ અને સાધુસંતની સેવામાં નિમગ્ન રહ્યા. સ્ત્રી, પુત્ર કે ગૃહપાદી સંસારિક બંધન તરફ તેઓની મનોવૃત્તિ સ્વપ્ન પણ ચલાયમાન ન થઈ. તેઓના ભક્તિ પૂર્ણ વિશુદ્ધ હૃદયમાં રાત્રી દિવસ માત્ર એજ ધૂન હતી જે, જાત મહેનતથી પ્રાપ્ત થએલું દ્રવ્ય પરોપકાર અર્થે વાપરી દેવું. આમ કરતાં કરતાં એક દિવસ સંધ્યા સમયે સદાવ્રત આપી