________________
પ્રકરણ ૪થું]
જામનગરનું બ્લાહીર. થઈને હિંદુઓ અને મુસલમાની ધર્મની ચિક્યતા કરી. હિંદુ ધર્મનું સંરક્ષણ કર્યું હતું. તે પંથની મુખ્ય ગાદિ શ્રી નૌતમપુરી–જામનગરમાં ( ૨ ) પના બુધેલ ખંડમાં. છે. તેને શ્રી પદ્માવતી પુરી કહે છે, ધર્મના સિદ્ધાંત-( ૧ ) શ્રીકૃષ્ણ ભગવાનના ૧૧ વર્ષ અને પર દિવસના સ્વરૂપને માને છે. પ્રેમ ભકિત તેમનામાં મુખ્ય છે. તે ધર્મના શિષ્યો અને સાધુઓ વૈષ્ણવ ધર્મવાળાના કરતાં જરા નાક ઉપરથી તીલક કરે છે. અને વચમાં કંકુની બદી કરે છે. કંઠમાં તળશીની માળા (કંઠી) પહેરે છે. શ્રી પ્રાણનાથજીએ કુલજમ સ્વરૂપ' નામે ગ્રંથ કર્યો છે. તેને પવિત્ર માની મુખ્યત્વે કરીને દરેક મંદીરમાં પુજા કરે છે. અને વસ્ત્રાલંકાર ધરાવે છે. તે સિવાય મંદીરમાં મુતી નથી. એ ધર્મ વાળા કાઠીયાવાડ ગુજરાત અને ઉત્તર હિંદુસ્તાનમાં ઘણું છે એ ધર્મના સાધુઓ યોગ અને આત્મજ્ઞાનમાં કુશળ જેવામાં આવે છે. એમના ધર્મ સિદ્ધાંતો સાથે કાંઈક વૈષ્ણવ અને ઇસ્લામી (મુસલમાની) ધર્મના મુળ તને ચહણ કરેલાં છે. એમના આચાર્યોએ મુસલમાનોને પણ પિતાના ધર્મમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. એ ઘર્મમાં અદ્વૈત બોધ પુર્વક, યોગાભ્યાસ આચરતા જણાય છે. આચાર્ય ત્યાગી હોય છે. એ ધર્મ વાળા સ્નાન-સૌચાદિથી પવિત્ર રહી, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન કરે છે. જામનગરની પ્રણામી ગાદી સ્થાપક (૧) મહારાજશ્રી દેવચંદજી થી પછી (૨) મહારાજશ્રી ૧૦૮, પ્રાણનાથજી થયા તે પછી (૩) ત્યાગમૂર્તિ શ્રી કેશરબાઈ મહારાજ (૪) મહારાજશ્રી તેસીબાવા (૫) મહારાજશ્રી બહાચારીજી (૬) મહારાજશ્રી ધ્યાનદાસજી (૭) મહારાજશ્રી મેહનદાસજી (૮) મહારાજશ્રી ફકીરચંદજી (૯) મહારાજશ્રી અવેરદાસજી (૧૦) મહારાજશ્રી જીવરામદાસ (૧૧) માહારાજશ્રી વિહારીદાસજી (૧૨) મહારાજથી સુખલાલદાસજી (૧૩) વિદ્યમાન મહારાજશ્રી ધનીદાસજી મહારાજ અત્યારે જામનગરની પ્રણામી ગાદીએ બીરાજી પોતાના શિષ્ય વર્ગને સદ્દઉપદેશ આપી રહ્યા છે. વળી મહારાજશ્રી ધનીદાસજી મહારાજ હાલ ગાદી ઉપર બીરાજે છે તેને પિતાની જાતિ દેખરેખ અને ખંતથી આ મંદિરને આરસેપણ સ્ટાઈલ વિગેરે જડાવી ઘણુંજ સુશોભિત કરેલ છે, તેમજ પ્રણામી ધર્મના યાત્રિકો માટે રહેવાની સગવડ વાળી મંદિરની આસપાસ જગ્યા બંધાવેલ છે, અંદર મીઠા પાણીના બે કુવા અને બગીચો છે. તેમજ ધર્મ પ્રચાર માટે તેમના તરફથી “પ્રણામી ધર્મ પત્રિકા” નામનું માસિક બહાર પડે છે, તેમજ અપ્રસિદ્ધ મંથને છપાવી પ્રસિદ્ધ કરવા માટે ખાસ પંડિત રાખેલ છે. વળી ઉપરોકત છપાઈ કામને પહોંચી વળવા માટે એક છાપખાનું પણ વાસાવ્યું છે. તેમજ પોતે ધાર્મિક પરાયણ હેાય સંપ્રદાયને ઉન્નત પંથમાં દેરવા અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.
છે પ્રકરણ ૪થું સમાપ્ત છે