________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર.
૧મ પહેરતા હતા તેટલામાં એક વહોરાએ આવી કહ્યું કે “મારા દીકરાને કેલેરા થયું છે, માટે ભટજીને તેડવા આવ્યો છું. ભટજીએ તુરતજ અબોટીયું ઉતારી લુગડાં પહેર્યા. સર્વેને પીરસાઈ ગયું હતું એટલે પોતે કહ્યું કે “તમે જમી લેજે હું આવીને જમીશ” ત્યારે તેમના મિત્ર પ્રેમશંકરે કહ્યું કે “આપ જમીને ગયા હોત તે જમવામાં કેટલી વાર લાગત” ત્યારે ભટ્ટજીએ કહ્યું કે “હું આવીને તે વાત સમજાવીશ આપ સહુ જમી લ્યો” રસશાળાથી જામનગરની વહેરાવાડ બે માઈલ દૂર છે. અને મધ્યાન્હો વખત હતો છતાં એ બાબતમાં ભટ્ટજી કાયર ન હતા. વહેરાવાડમાં જઈ દરદીને જોઈ દવા આપી ભટજી પાછા આવ્યા. ત્યારે પ્રેમશંકરે ભટ્ટજીને પાછું કહ્યું કે “વહોરાવાડ ઘણી દૂર છે. અને તમને જમતાં વાર નથી લાગતી, તેથી જમીને ગયા હોત તો આ રસાઈ ખરાબ ન થાત (ઠરી ન જાત)” ત્યારે ભટ્ટજીએ કહ્યું કે “જુઓ! દરદીને કેલેરા હતું. કેલેરામાં જલદી ઉપાય થવા ઉપર દરદીના બચાવનો ઘણો આધાર છે. હવે માત્ર જમવા ખાતર થોડો વખત ૧૦-૧૨ મીનીટ પણ નકામી જાય તે જમવાના લેભથી એક માણસને જીવ ખોવરાવ્યો ગણાય, ગાડી આવતાં વાર લાગે એમ ધારીને હું પગે ચાલીને ગયો તે પણ એજ કારણથી હવે ધારો કે "આપણુંજ પુત્રને કેલેરા થયું હોય, અને દાકતર કે વૈઘ આવતા વાર લગાડે તે આપણને કેવું લાગે !
ભટજી જેમ ગામમાં ફી ન લેતા તેમ બહારગામ જાય ત્યારે પણ ફીનું નામ નહિં પાડતા જાતનું રેલ્વે ભાડું ખર્ચીને જતા. અને રાજાએ તેડાવ્યા હોય તે પણ તેની પાસે પિતાની ફી માગતા નહિં. દરદીને સારું થાય તો એ આપે તે લેતા. અને કેસ બગડી જાય તો રાજાઓ પાસેથી પણ એક પાઈ સરખી પણ ન લેતા. એ વિષે નીચેના બે દંખલાઓ છે કે
વઢવાણ ઠાકેરશ્રી દાજીરાજ સખ્ત બિમાર થતાં, ભટજીને દવા કરવા બોલાવ્યા. બીજા પણ ઘણું વૈઘ દાકતરો હતા. પણ રોગ અસાધ્ય હોવાથી, સહુ બીલના નાણું લઈ ચાલવા લાગ્યા. એક વખતે એક વેશે ભટ્ટજીને સલાહ આપી જે “ આપ કેમ ફી લઈ પ્રયાણ કરતા નથી, ભટજી કહે મારે ફી લેવી નથી તેમ જવું પણ નથી, કારણ કે દરદીને એમ લાગે કે મોટા મોટા વિઘ દાકતરે મને છોડી ચાલ્યા જાય છે તે શું મારું શરિર નહિં રહે? ” એમ દરદીના મનને નિરાશ ન થાય, માટે હું બેઠો છું. ત્રણ માસ વિત્યા પછી એ કદરદાન રાજવિએ ભટ્ટજીને રૂપીઆ ૧૦,૦૦૦ આપવા માંડયા. એણે જાણ્યું હશે. કે “ હવે હું બચીશ નહિં, અને ભટ્ટજીનું ઋણ માથે રહી જશે. ” પણ ભટ્ટજીએ એ રૂપીઆ નહિં લેતાં કહ્યું કે “ આપની તબિયત સારી થઈ જશે ને માથે પાણી નાખશું, ત્યારે પાપ જે અપશો તે હું લઈશ. ” ઠાકોર સાહેબ કહે “ આ તો તમારી નોકરીના આપું છું. હું સાજો થઈશ ત્યારે રૂપીઆ બે લાખ આપીશ ? પરંતુ ભટ્ટજીએ તે રૂપીઆ લીધા નહિં. ઉપરની વાતચિત વખતે એક દાકતર ત્યાં બેઠા હતા. તેણે પાછળથી ભટ્ટજીને પુછયું કે “આવડી મોટી રકમ તમે કેમ ન લીધી.” ભટ્ટજી કહે, “હું ધારું છું કે દરરશ્રીનું શરિર હવે બે ત્રણ દિવસ રહેશે, એને હું સાજા ન કરી શક્યો, તે એના રૂપીઆ મફત કેમ લઉં?” દાકતર સાહેબે એ હકિકત જાણ્યા પછી બીજે જ દહાડે પિતાનું બીલ કરી સ્પીઓ લઈ રજા લીધી હતી. ત્રીજે દહાડે દરબારે કૈલાસવાસ કર્યો. એટલે ભદજી સ્મસાનેથી