________________
૧૦૪ શ્રીયદુવંશપ્રકાર.
[વતીયખંડ હશે વગેરે મારા અપરાધે માફ કરજે.” આ પ્રમાણે ગોદાનનો વીધિ ચાલતો હતો ત્યાં ભજી આવી પહોંચ્યાં. એ દશ્ય જોઈ ભટજીની આંખમાં પણ આંસુ આવી ગયાં. પછી ભટ્ટજીએ એમની નાડી જોઈ, પાસે બેઠેલા સગાબબંધીઓએ કહ્યું કે “હવે કાંઈ દવાની જરૂર નથી, ઇશ્વરનું નામ એજ હવે તો દવા છે. પણ ભટજીએ જવાબ આપ્યો કે “દવા લેવામાં શું હરકત છે.? અને આ ગૌદાન થયું છે તો હવે અન્ન ન લેવાનો પણ સંકલ્પ કરો, ઈચ્છા થાય તે દૂધ પીજે.” તેથી દરદીએ તથા બીજાઓએ એ વાત કબુલ કરી. અને ભટજીએ દુકાનેથી અભયામલકી રસાયન મોકલ્યું. અને એમાંથી થોડું થોડું ચાટવાનું કહેવરાવ્યું. તે ચાટવાથી શ્વાસ નરમ પડ્યો અને જરા આરામ જણાય, બીજે દિવસથી દુધ પીવા માંડયું. પછી તો દવા અને દુધ બને માત્રામાં વધતાં ગયાં. અને પંદર દિવસમાં રોગ શાંત થઈ ગયો. શરિરમાં શકિત ભરાવા લાગી. પછી અભયામલકી ચાર ચાર તેલા અને દુધ બાર બાર શેર (૪૦ ભારનો) લેવા માંડયું. શરીર સારું થઈ ગયું. તેથી એક દહાડે મોતીરામ ભાઈએ ભટજીને કહ્યું કે “મારા પાંચ છોકરાઓ જુવાન છે પણ એના કરતાં મારામાં પુરૂવાતન વધારે છે, માટે હવે તે દવા બંધ કરો તો સારું, તે પછી દવા બંધ કરી. મતીરામ ભાઈ તે પછી ઘણાં વર્ષો સુધી તંદુરસ્તી સાથે આવ્યા હતા. તેમને પોતાના અનુભવથી ભટજી ઉપર એટલી શ્રદ્ધા થઈ ગઈ હતી કે પોતાના એક પુત્રવધુના મરણ પ્રસંગે તેઓ રેતા છાના રહે નહિ. તેથી કોઈએ પુછતાં તેમણે કહ્યું કે “ હું વહુને નથી તો પણ ભટજીને રહેવું છું કે જેણે મને મોતને પંજામાંથી બચાવ્યા અને અત્યારે તે નહિં હોવાથી આ મારી પુત્રવધુને કોઈ બચાવી ન શકયું.”
ભટજીનું વૈદું અર્થ લાભ માટે ન હતું પણ કેવળ પરમાર્થિક, દરદીઓ ઉપર દયાવાળું અને નિઃસ્પૃહાવાળું હતું. તેમને શ્રીમંત, ગરીબ, રાજ, ભિખારી, બ્રાહ્મણ શુદ્ર, વગેરે દરદીઓ સમાન હતા, જે નીચેના દાખલાથી જણાશે
“એક દહાડે નાગનાથના નાકા બહાર નાગમતિ નદીને સામે કિનારે રહેતા એક અત્યંજે (ઢેઢ) ભટજ આગળ આવી આંખમાં આંસુ લાવી કહ્યું કે મારી સ્ત્રી માંદી છે, તે કહે છે કે “ ભટજી આવી મને જોઈ જાય એવું વહન લીધું છે. તો કૃપા કરી તમે જોઈ જશે તો તેને સંતોષ થશે. પછી ભટજી દુર્લભદાસને સાથે લઈ ત્યાં ગયા. અને નાગમતિને કિનારે દુર્લભદાસને ઉભા રાખી પોતાના કપડાં ઉતારી સોંપ્યા. દુર્લભદાસ જાણે કે ભટજીને નહાવું હશે. પણ તેઓ તે સામે કિનારે ઢંઢવાડામાં તે ઢંઢના ઝુંપડામાં ગયા. અને તે બાઈને તપાસી ધીરજ આપી દવા મોકલવાનું કહી, નદીમાં સ્નાન કરી કપડાં પહેરી ઘેર આવ્યા. રસ્તામાં દુર્લભદાસને ઉપરની વાત કહી અને કહ્યું “દરદીનો જીવ વૈઘમાં વળગી રહ્યો હોય, માટે વૈદે પિતાના સંતાન જાણી તેની સંભાળ લેવી જોઈએ”
એક દિવસે કેટલાક સ્નેહીઓને રસશાળાની વાડીએ જમવાનું હતું. સહુ નાહી ભટજીની રાહ જોતા બેસી રહ્યા હતા. ત્યાં ભટજી જામસાહેબ પાસે થઈ ગામના દરદીઓને જોઇ, પાંચેક માઈલ ચાલીને વાડીએ આવ્યા, અને જમવા માટે નાહ્યા. હજી અબોટીયું