________________
१०२ શ્રી યદુવંશ પ્રકાશ
[તિયખંડ થયો એ અસાધ્ય વ્યાધિથી તેની વિધવા બહેન ભટ્ટજી પાસે આવી આંખમાં આંસુ લાવી કહેવા લાગી કે “હું કાંઈ આપી શકું તેમ નથી અમો ગરીબ છીએ તે મારા ભાઈને જોઈ દવા કરો” ભટ્ટજીએ તેની દવા શરૂ કરી, અને માત્ર દુબજ પીવું. બીજુ અન્ન પણ ન લેવાનું કહી, નારસીંહ ચુણ આપવું શરૂ કર્યું. પંદર દિવસ કાંઈ ફેર પડે નહિં પણ સોળમે દહાડે રાતમાં તેના પેટમાં અવાજ થવા લાગ્યો. તે સાંભળી તેની બહેને પાડોશણને પુછ્યું કે “કેમ આજે વહેલી ઘંટી ચલાવી ?” ત્યારે પાડેસણે જવાબ આપ્યો કે “અમે હજી સુતા છીએ પણ ઘંટીને અવાજ આવતો સાંભળી, તમે ઘંટી ફેરવતાં હશે એમ ધાર્યું હતું. પણ તમેતો ઉલટા અમને પુછે છે ત્યારે આ ઘંટી કયાં ચાલે છે. ” સાંભળી એસરીમાં સુતેલા તેના ભાઈએ કહ્યું કે “બહેન એને મારા પેટમાં ઘંટી ફર્યા જે અવાજ થાય છે. એ સાભળી તેની બહેન ઓસરીમાં આવીને તને શું થાય છે તેમ પુછયું. ત્યાં દરદીને ખરચુની હાજત થઈ, તેની બહેને હાથ ઝાલી ફળીમાં ખરચુ બેસાર્યો. દરદીને જુલાબ લાગી એટલે બધે ઝાડો થયો કે પીળા ઝાડાથી કુંડું ભરાઈ ગયું. દરદીને શાંતિ થતાં ઉંધ આવી ગઈ. સવારે ભજી આવતાં તેની બહેને રાત્રીની બધી વાત કહી. ઝાડે બતાવ્યો. તે ઝાડ જોઇને ભટ્ટજીએ કહ્યું કે બહેન હવે તારા ભાઈનું દરદ મટી ગયું જાણજે તારી મહેનત સફળ થઈ તે પછી દરદીને હંમેશાં ઝાડા થવા લાગ્યા. અને ધીમે ધીમે આરામ થઈ ગયો. અને તેજ નારસિંહ ચુર્ણથી શરિરમાં શક્તિ આવી ગઈ. તે બ્રાહ્મણને દુધ મિવા માટે પૈસા પણ ઘણુંખરા ભટ્ટજીએજ આપ્યા હતા.–દવાની અસરને ઘણે ખરો આધાર તેની માત્રા ઉપર છે. અને એકની એક ચીજ માત્રમાં વધારે ઘટાડે કરીને જુદા જુદા રોગો ઉપર વાપરી શકાય એવો ભદજીને સિદ્ધાંત હતો. દાખલા તરીકે શંસમની, શિત્તવીર્ય, ઉષ્ણવીર્ય, વગેરે ગોળીઓ એક વખતે ૧થી૬૦ સુધી વાપરતા આખા દિવસમાં ૧૨૦ ગળી આપવાથી ધારે ફાયદો થયાને નીચેને દાખલે બન્યો હતો –
એક દિવસ એક પરછ ચારણ અને તેની બુઠ્ઠી મા, જાંબુડેથી સવારમાં ભટ્ટજીની પાસે આવ્યાં. છોકરાની ઉંમર ૨૦ વર્ષની હતી. પણ તે એટલો નબળો હતો કે તે ચાલી શકતો નહોતો. તેનું શરિર ક્ષીણ થઈ ગયું હતું. તેની બુદ્ધી મા ભટ્ટજી પાસે રોઈ પડી અને પિતાના દિકરાને સાજો કરવા માટે આજીજી કરવા માંડી. એ બિચારી ગરિબ નિરાધાર ડેસીપર દયા લાવી. ભટ્ટજીએ એક ઓરડી રહેવા આપી અને દવા શરૂ કરી. બે ત્રણ દિવસ જુદી જુદી દવાઓ આપ્યા પછી ઉણ્વીય રસાયની શરૂ કરી. અને હંમેશાં સવાર સાંજ અકકેક ગોળી વધારવા માંડી, પહેલાં તે કાંઈ ખાસ અસર દેખાઈ નહિં. પણ જ્યારે ૧૨૦ ગળી ખાવા માંડી, ત્યારે દવાની અસર જણાવા લાગી. શરિરમાં શકિત આવતાં છોકરાએ જ કહ્યું કે હવે મને થાક લાગતો નથી.” પછી તે દિવસે દિવસે તેના શરીરમાં શક્તિ વધવા લાગી. શરિરમાં લેહી ભરાયું ગાલ ઉપર ગુલાબી રંગ આવી ગયે. અને સંપૂર્ણ પુરુષત્વ પ્રાપ્ત થતાં, તે ખુશી થયો.
ફક્ત જામનગરમાં જ નહિ પણ બહાર ગામના પણ ઘણું લેકને ભટ્ટજી ઉપર શ્રદ્ધા