________________
પ્રકરણ ૫મું]
જામનગરનું જવાહર. સાથે સૂર્યોદયે લેવાતું હતું. અને બપોરે એક બજે ભાત, ઘી, તથા મતનું મેળું એસાણ, આમળા નાખીને લેવાતું, શરૂઆત એક રૂપીઆ ભારથી કરી હતી પછી ચાર ચાર રૂપીઆ ભાર લેત. સવારમાં ગળાનો કવાથ વાટકે ભરીને અને તેમાં ચાર તોલાભાર વિડંગતંદુલા ચૂર્ણ નાખીને પીતો. સાતમે દિવસથી ઝાડામાં કમી નીકળવાનું શરૂ થયું. તે તેરમાં દિવસ સુધી નીકળ્યાં, તે પછી કીમી દેવામાં ન આવ્યાં. પણું શરીર આક્ષ જેવું લાગતું, અને ખોરાક છેક બે-બજે એક વખત લેવાતે પણ શરીરમા પુરતી આવી. અને એક માસ પુરો થતાં, શરિરનું વજન સાડાચાર રતલ ઘટયું. ચૈત્ર સુદી ૧ થી ધીમે ધીમે બીજે ખોરાક શરૂ કર્યો. પછી બાવાભાએ પહેલાં આપતા હતા તે રસાથન આપવા માંડયું. અને વૈશાખ
સુદ ૫ ને દિવસે બાવાભાઈને ત્યાં ઝંડુભટજી પધાર્યા, ત્યારે મને જોઈને બાવાભાઈએ કહ્યું કે - “ગયા શ્રાવણ વદ નવમીને દિવસે અમને બન્નેને એવી બીક લાગી હતી કે તારું શરીર ૧૫ ૨૦ દિવસમાં પડી જશે. પણ જ્યારે ભટજીએ કહ્યું કે ફાગણ મહિના સુધી તમે બચાવો તો પછી હું ન મરવા દઉં. ત્યારે ફાગણ સુધી બચાવવાની મેં પ્રતિજ્ઞા કરી. પછી તમે પણ બરાબર વસંતવૃત કર્યું. હવે બીજાં પચીશવર્ષની અમે ગરેન્ટી કરીએ છીએ.” આ પછી પાછું સાં, ૧૯૪ષ્ના ફાગણમાં મેં એજ વૃત કર્યું. અને સં. ૧૯૫૬માં પણ એજ પ્રમાણે વૃત કર્યું. પ્રથમ વૃત કર્યા પછી મારી જટ્ટરની શંકિત ઘણીજ સારી થઈ. જેથી ભાત દાળ જેવો ખોરાક પચવાને પ્રથમ મને ૧૬ કલાક લાગતા, તેને બદલે વ્રત કર્યા પછી કાઠીઆવાડી ઢસાનું ઉપર ઘીનું ચુરમું પણ મને ૧૨ કલાકે પચી જવા લાગ્યું. એ વસંત વૃતની અસર મને હજી પણ જણાય છે. મારા શરિરમાં ફોડકી, ખસ, ખરજ જેવું કશું નથી થતું. આ પછી મેં મારા ઘરમાં પણ મારા પુત્રોને એકેક માસના વસંત ગત કરાવ્યાં છે.
ભટ્ટજી, મહાકુષ્ટ, રકતપિત્તા જેવાં અસાધ્ય અને ભયંકર દરદ ઉપર વિડંગતંદુલને પ્રયોગ કરાવતા. એ પ્રયોગ ભટ્ટજીના ખાસ પ્રિય ઉપાયોમાં ગણાય છે. ભટ્ટજીને એ પ્રયોગ ઉપર કેવી શ્રદ્ધા હતી, તે વિષે તેઓ એક પત્રમાં લખે છે કે –“ગ્રંથકારેતો તેને પ્રભાવ બહુ દેખાડે છે. તે મારે મારે ને વર્ષ ૨Rયુષમિત્કૃદ્ધિર્મવતિ છે પણ મારે મને એટલું તો ખાત્રીથી કહે છે કે ઓછામાં ઓછું દસ વર્ષ સુધીનું તે જીવન એ ઔષધ આપ્યા વિના રહેશે નહિં. વિડંગત દુલ, માનસિક અને શારીરિક બેય રોગને મટાડે છે.”
ઉદરરોગ અસાધ્ય ગણાય છે. ગઢવી | હજારમાં એક ઉદરરોગી બચે એમ શાસ્ત્ર કહે છે. તેવા એક રોગીને ભટ્ટજીએ ચંદ્રપ્રભા (કે જે ઘણખરા રોગોમાં કાંઈક રસ્તો કરે છે. તે) આપવી શરૂ કરી અને જુલાબ માટે એમાં નેપાળાના ધેલાં બીનો લાગ આપી, ચણા જેવડી ચંદ્રપ્રભાની ગોળી સવારમાં આપતા, અને સાંજે નેપાળા વગરની ચંદ્રપ્રભા આપતા. તેથી દરદી રાત્રે નિરાંતે સુઈ રહેતો. અને દિવસે જુલાબ થતો. આ એકજ દવાની ચમત્કારીક ચિકિત્સાથી તે દરદીને આરામ થયો હતો,
જામનગરમાં એક શ્રીમાળી બ્રહ્મણ કે જે સુરતમાંજ પરણે હતા, તેને ઉદરરોગ