________________
શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીય ખંડ ત્યાર પછી એ પવિત્ર વૈષ્ણવી ગાદિએ (૧૩) શ્રી અનીરૂદ્ધલાલજી બીરાજ્યા. એ વિદ્યમાન મહારાજશ્રી પણું પિતાના સગ. પિતામહ મહારાજશ્રીઓની પેઠે સ્વાશ્રિતને સંપૂર્ણ સંતોષ આપે છે. * અહિંની ભેટી હવેલી કે જે શ્રી વૃજનાથજી મહારાજની હવેલીના નામથી ઓળખાય છે. તેમાં સ્વરૂપ શ્રી મદનમોહનજી સ્વામીનીજી સાથે બીરાજે છે. તે સ્વરૂપ શ્રીમહાપ્રભુજી સેવ્ય છે. અને ત્રણમાંથી પ્રગટ થયા છે. તથા ગદાધરદાસે સેવા કરી છે. જામનગરમાં વસતા હજારો વૈષ્ણવો આ ધર્મરાજમાં રહી એ સ્વરૂપના દર્શન કરી પિતાને કૃતાર્થ થયા માને છે.
- (૩) શ્રી સ્વામિનારાયણ વિક્રમના અઢારમા સૈકામાં એક ભયંકર દુકાળ વખતે જામનગરના તળાવ કિનારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વરૂપાનંદસ્વામિ નામના સદ્દગુરૂ ૭૫ સાધુઓના મંડળથી આવી રહ્યા હતા, તળાવની પૂર્વની પાળે એ વખતે ઘણું વડલાઓ હતા. જેમાંના કેટલાક વડ હાલ પણ મોજુદ છે. જે સ્વામિડ અને જંગવડ ના નામે ઓળખાય છે. તે વડતળે સાધુપુરૂષો રાત્રિદિવસ ગાભ્યાસ કરી ઈશ્વરસ્મરણ કરતા, અને એકવખત ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં જતા. ભયંકર દુષ્કાળને લીધે થડે લેટ મળતો તે લાવી તળાવના પાણીમાં ઝોળી બળી, તે લેટના ગેળાઓ વાળી તે મહાપુરૂષ આરોગતા. બકાલી લેકે સવારે વહેલા તળાવકિનારે મુળા વિગેરે શાકભાજીને ધોતા, ત્યારે પીળાં થએલાં નકામાં પત્રો કાઢી નાખતા, તે પત્રો કેટલાક નાના પરમહંસે વીણી લાવી જમતા. કોઈ વખતે દુષ્કાળને લીધે ગામમાંથી ભિક્ષા મળતી નહિં, ત્યારે તેઓને ઉપવાસ થતા. તળાવના સુકાઈ ગયેલા પાણી નીચેની કેપટી વળેલી ઝીંણ ધુળી સહેજ ખારાશ પડતી હોવાથી કેઈ સાધુ તે પ્રાશન કરતા. આમ ઘણું મહીના વિત્યા પછી એક દહાડે જામશ્રી રણમલજી (બીજા) તળાવ કિનારે ફરવા પધારતાં, કિનારાપરના વડલાની ડાળ પર ભગવાં વચ્ચેની ગોળીઓ ટીંગાતી જોઈ. તથા પરમહંસને એકાગ્રવૃત્તિથી નારાયણનું ભજન કરતા સાંભળી ત્યાં પધારી પુછપરછ કરી દરબારગઢમાં દરરોજ ભિક્ષા લેવા આવવાની સુચના કરી, બીજે દિવસે પરમહંસોએ દરબારમાં જઈ ભિક્ષાવૃત્તિ માટે
નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભુ ” એ શબ્દોનો ઉચ્ચાર કર્યો. તે સાંભળી જામશ્રીએ હુકમ કર્યો કે “ નારાયણમુનિને સાધુઓને આપણે કરાવી રાખેલાં પાકના લાડુ આપે ” અને દરરોજ તેઓ આવે ત્યારે તે લાડુ આપજે છે તેથી હજુરીઆઓ સુંડલા ભરી પાકના લાડુ લાવ્યા. આમ બે ચાર દહાડા દરરોજ લાડુ આવતાં મંડળના મહંતશ્રી સદ્દગુરૂ
સ્વરૂપાનંદજી સ્વામિ બોલી ઉઠયા જે “પરમહંસ સન્માન હુવા, ચલે ગુરૂકી આજ્ઞા હે કે, જહાં સન્માન હોવે હા કભી નહિં ઠેરના. ” એમ કહેતા બીજે દિવસે વહેલી પ્રભાતે તેઓ ત્યાંથી વિદાય થયા. હાલ તે તળાવ કિનારાને પ્રસાદિનું ઉત્તમ સ્થળ માની તે સંપ્રદાયના હજારો સાધુ હરિભક્તો દર્શને આવે છે. અને “ સ્વામિડ-જોગીવડ ” થી શિતળ છાયાએ બેસી, ભૂતકાળની વાતની સ્મૃતિ લાવી પિતાના ઈષ્ટદેવને યાદ કરે છે. તળાવની