________________
શ્રીયદુવંશપ્રકાશ [વતીય ખંડ છે. કેઈ વિન સંતોષીએ મારી મશ્કરી કરવા આ કાર્ય કર્યું છે. તે શેઠને મારે શું જવાબ આપ. ? એમ કહી મુસલ્લો ઉપાડે છે. તે નીચે કેટલીએક સોના મહેર તેના જેવામાં આવી. તેથી હિંમત લાવી શેઠને ત્યાં બેલાવી, તેમાંથી જોઇતી મહેર તેને ગણી લેવા કહ્યું શેઠ તેમાંથી પિતાને જોઈતી મહોરો ગણી લઈ એક કાગળ ઉપર તેની પહોંચ કરી અમદાવાદમાં પિતાનું નામ, ઠેકાણું લખી સહી કરી આપી. રજા લઈ ચાલતો થયો. એ ચીઠ્ઠી મુલ્લાં રાજેએ એક તાવીજમાં (માદરડી પેઠે ચેરસ ચગદામાં) મઢાવી પિતાના પુત્ર ઇસ્માલને હાથે બંધાવી. જ્યારે તે ઇસ્માલજી સાહેબ પિતાની ધર્મવિદ્યા ભણવા અમદાવાદ ગયા, ત્યારે મુલાંરાજેએ ભલામણ કરી કહ્યું કે જ્યારે અમદાવાદમાં રહેતા આપણું “ મુલ્લાં સરકાર ” ઉપર કોઈ ભયંકર આફત આવે ત્યારે તમારા હાથ પર બાંધેલું તાવીજ ખેલજે મુલ્લાં સરકારની પ્રથમ ગાદિ અરબસ્તાન માં હતી, ત્યાંથી સિદ્ધપુરમાં આવી અને ત્યાંથી અમદાવાદમાં આવી અમદાવાદની ગાદિપર તે વખતે “ પીરખાં સુજાઉદિન ” સાહેબ મુલ્લાં સરકાર તરીકે હતા. તેમનો ઉપર અમદાવાદના કોઇ એક શેડનું મોટી રકમનું કરજ હતું. તેથી તે શેઠે તે રકમ ભરવા મુલ્લાં સરકારને તાકીદ આપી. કહ્યું કે “ જ્યાં સુધી લેણું રૂપીઆ યુક્ત ન ભરે ત્યાં સુધી મુલ્લાં સરકાર અનાજ જમે તો તેને ખુદાની ઘોષ (સોમંદ) છે.” એ વખતે મુલાં સરકાર પાસે ચુતે રકમ ભરવાની સગવડ નહિં હોવાથી મુલ્લા સરકાર અન્નાજ જમ્યા નહિ. તેથી અમદાવાદમાં રહેતા સમસ્ત વહેરા કેમે અનાજ ત્રણ દિવસ ખાધું નહિં. જામનગર થી ગયેલા મહારાજના સ્માઈલજીને યાદ આવ્યું કે “ આજ ત્રણ દિવસથી મૂલ્યાં સરકારે મે તથા વહેરાકમે અનાજ ખાધું નથી તે આથી બીજી વિશેષ આફત કહી કહેવાય ! ” એમ વિચારી પિતાના હાથ પર બાંધેલું પિતાનું તાવીજ ખોલી ચીઠી વાંચી, વાંચીને તેમાં લખેલાં ઠેકાણુની પેઢી શોધી કાઢી તે શેઠને મળી તેમાં લખેલી રકમની ઉઘરાણી કરી. તે શેઠ પિનાના હસ્તાક્ષરવાળી ચીઠ્ઠી વાંચતાજ આશ્ચર્ય પામ્યો. અને ઘણીજ દીલગીરી સાથે કહેવા લાગ્યો. કે “ ભાઈ માફ કરજે. મારી માટી ભુલ થઈ ગઈ છે. પરદેશમાં મને નાણાં આપી મારી લાજ રાખી તેને હું નાણું પાછાં મોકલવા ચુકી ગયો છું ” એમ કહી વ્યાજ સીખેનો હિસાબ મુકરર કરી ચુકેત નાણું લઈ જવા કહ્યું.
મુલ્લાં સરકાર પાસે મોટી રકમ જે શેઠ માગતો હતો તે આ પતેજ હતો, તેમ ઈસ્માઈલજી સાહેબને જાણ થતાં તે રકમ તેમાંથી વાળી લઈ, બાકીની રકમ આપવા શેઠને કહ્યું તુરતજ શેઠ મુલ્લા સરકારના ખાતામાં લેણી રકમ જમા કરી પહેચ કાઢી આપી. બાકીના નાણાં ગણી આપ્યાં, ઈસ્માઈલજી સાહેબે તે પહોંચ મુલ્લા સરકારને ચરણે ધરી, અનાજ જમવા વિનંતી કરી. ઉપરના કાર્યથી મુલ્લાં સરકાર ઘણાજ ખુશ થયા અને તે દહાડાથી તેઓને પિતા પાસે રાખી ધાર્મિક શિક્ષણ આપવું શરૂ કર્યું. છેવટે પોતાની પાછળ ગાદિના વારસ તરીકે ઈસ્માઈલજીનું નામ વસીયતનામાં લખી, પિતાની મહોર છાપ સહી સીકકે કરી આપી, લેખ તેમને સોપી જણાવ્યું કે “તમે હવે અહિં નહિં રહેતાં જામનગર જાવ અને