________________
પ્રકરણ ૩જુ.
જામનગરનું જવાહર. નદીને પૂર્વ કિનારે અતીત બાવા રામગરજીનો મઢ અને બાનવા ફકીર શરીફનઅલી શાહને તકીઓ આવેલા છે. માતાજીના ત્રણ પુજારીઓ અને તેમાં પણ એક મુસલમાન ફકીર કેમ પુજારી થયો? તેવી શંકા સહુ વાચકને સહેજે થાય તેથી તે શંકા દૂર કરવા તેની હકીકત નીચે પ્રમાણે આપવામાં આવે છે:
બારમા સૈકામાં જ્યારે અલ્લાઉદિન હિંદુના દેવાલયો તેડતો. પાડતો, કાલાવડ આવ્યો ત્યારે તેણે ગામની અંદરના છ જેન દેવાલયો અને શિવાલયો તોડી પાડી, શિતળામાતાનું મંદીર તોડવા જતાં સાંજ પડી જતાં, તે કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખ્યું.
શિતળામાતા માંજરીઆ કાઠીની કુળદેવી હેવાથી પ્રથમ તેમની પુજા રાજગોર બ્રાહ્મણો કરતાં. પરંતુ કેટલાક વર્ષો પછી તે બ્રાહ્મણે પણ વિદેશ ગયા; તેથી અતીત બાવા રાજગીરીજી કે જે ફકકડ હતા, તે તથા તેમને શિષ્ય વગ પુજા કરતો. તેઓને ખબર મળી કે “સવારે બાદશાહ માતાજીનું દહેરું તેડશે” તેથી તેમને પોતના અનન્ય મિત્ર શરીફન અલીશાહ નામના બાનવા ફકીર કે જેઓ મલંગ (બ્રહ્મચારી) હતા તેમને તકીએ જઈ સઘળી હકીક્ત કહી સંભળાવી. તે સાંભળ્યા પછી સાંઈબાવા બાદશાહ પાસે ગયા. અને દુવા ખેર કરી. બાદશાહે સાંઈનો ઓલીયા સ્વરૂપ તેજસ્વી ચહેરો જોતાંજ, સાંઇને વચન માગવા કહ્યું. તે વખતે સાંઈએ “શિતળાનું દહેરૂં ન તોડવાનું બાદશાહ પાસે માગ્યું. બાદશાહ ગુસ્સે થયો. અને સાંઇને બીજું કાંઈ, ગામ ગીરાસ, પૈસે ટકે વગેરે માગવા કહ્યું. પણ સાંઈએ તેમાંનું કાંઈ જોતું નથી તેવું કહેતાં બાદશાહ ગુસ્સે થયો. તેથી સાંઈએ પિતાના આસન પર આવી રામગરજી બાવાજીને એક કારી ઠીકરાની ઠીબ લાવવા કહી ઘેળાવડી નદીને કિનારે નાહી જાપ જપવા લાગ્યા. રામગીરજી ઠીબ લાવતાં તેણે (સાંઇએ) તેમાં પિતાનું તપોબળ (અને બ્રહ્મચર્યને પ્રભાવ) મેલી, તે ઠીબ માતાજીના ફળાપર ઢાંકી આવવા સુચવ્યું. બાવાજીએ તે પ્રમાણે કર્યું. સાંઈએ પિતાની ધૂણીએ આવી આખી રાત્રી જાપ જપવામાં ગુજારી. સવારે બાદશાહે પિતાના લશ્કરને શિતળાની દેહેરી તોડી પાડીને પિતાને આવી મળવાનું કહ્યું. અને પોતે ખંઢેરા ગામ તરફ કુચ કરી ગયા. પાછળથી સૈનિકો આસપાસ દેરીની શોધ કરવા લાગ્યા. પણ સાંઇના તપોબળે કે નજરબંધીનો એવો પ્રભાવ જણાવ્યો કે તેઓની દષ્ટિએ દેરી ચડી જ નહિં. ગામના લેકે દેરી દેખતા હોવાથી આશ્ચર્ય પામવા લાગ્યા. છેવટે લશ્કર નદીથી દુર પશ્ચિમમાં આવેલી એક સતિની દહેરી છે ત્યાં આવી પહોંચ્યું. અને તે દહેરીને શિતળાની દહેરી માની તેનું શિખર તેડી પાડયું અને પાળો કાપી નીચે નાખી દીધે. ( હાલ તે દહેરી તેજ સ્થિતીમાં છર્ણ ઉભી છે ) અને લશ્કર બાદશાહને જઈ મળ્યું, તેઓના ગયા પછી સાંઇના કહેવા પ્રમાણે બાવાજીએ તે ઠીબ લઇ લીધી, એ પ્રમાણે તે દેરીને બચાવ સાંઈના પ્રતાપે થતાં, તેમજ બાવાજી અને સાંઈ મિત્ર હોવાથી, સાંઈના શિષ્યોને રાજીખુશીથી માતાજીની આવકમાં ભાગ આપો.
આ પ્રમાણે બને મજમું ઘણાં વર્ષ વહીવટ ચાલ્યા પછી, જુના પુજારી રાજગર બ્રાહ્મણના વંશજો આવતાં, તેઓએ પોતાનો હક સાબીત કરી પુજામાં ભાગ લીધે. જેથી હાલમાં ત્રણેય પુજારીઓ દ્વારા પ્રમાણે માતાજીની પુજા કરે છે. ફકીરના વારામાં એક બ્રાહ્મણને માતાજીની પુજા કરવા અને માનતા ચડાવવા તે લેકે રાખે છે. ફકીરો જાતે પુજા કરતા