________________
પ્રકરણ ૩જી] જામનગરનું જવાહર
* ૭૫ ઉંઘમાંથી ઉઠે છે. અથવા ગામમાંથી પાછો આવે છે. ત્યારે પિતાના માલની સંભાળ કોઈ સફેદ વસ્ત્રધારી પુરૂષ રાખતા હોય તેવું દેખે છે.
ઉપર પ્રમાણે કાલાવડની ચારેય દિશાએ ઐતિહાસિક પ્રખ્યાત સ્થળે છે. કાળાવડને દરબારગઢ ચણવ્યા પછી તેમાં ડાડા બાપુશ્રી જાલમસિંહજી સાહેબ અને બાપુશ્રી જીવણસિંહજી સાહેબ ત્યાં ઘણું મુદ્દત રહ્યા હતા. કાલાવડ શિતળામાતાનું પ્રસિદ્ધ સ્થળ હાઈ, તેમજ હવા પાણી પણ સ્વચ્છ હેઈ, દરેક જામસાહેબ કાલાવડ ઉપર અતિ સ્નેહ ધરાવતા આવ્યા છે.
રાવળઆ ગામ કલ્યાણપુર તાલુકાનું પિટામહાલ છે. તેના ઘેડમાં, કદ (ડાંગર)ને અઢળક પાક થાય છે. જ્યારે સારા વરસાદ થતા, ત્યારે તે પાકને ઢગલે ઘેડમાં જનારા લેકે આઠ માઈલ દૂરથી દેખતા તેમ ત્યાંના લોકો કહે છે. એ ઘેડમાંથી કમોદનો પાક લેનારા ઘેડીયા કોળીના આજે પણ રાવળમાં અઢીસો ઉપરાંત ઘર છે. ગામની આજુબાજુ ખેડુતેની વાડીઓ અસંખ્ય છે. ત્યાંના આંબાઓ ઘણાં સ્વાદિષ્ટ અને વખાણુવાલાયક છે. ગામની અંદર જુને દરબારગઢ છે. તે ગઢના દરવાજાની માઢ મેડીને લેકે ખેંગારજી મેડી કહે છે. રાવળ પરગણું સાળમાં સૈકામાં જામશ્રી સતાજીના નાના બંધુશ્રી રણમલજીને (જે શિશાંગચાંદલી તાલુકા લઈ ઉતર્યા હતા તેને) કબજે હતું. તેના વંશમાં ખેંગારજી થયા. તે ખેંગારજીના બહેન પિોરબંદરના રાણાસાહેબને પરણાવ્યાં હતાં. એક વખત ખેંગારજી અને રાણસાહેબ પોરબંદરમાં પાટ ખેલતા હતા તે રમતમાં રાણુએ કાંઈક કણ કાઢયું. તેથી ખેંગારજી રાણાને તરવારથી મારી, રાવળ આવતા રહ્યા. રાણાનું ખુન થયાના ખબર (તેમના રાણીને ખેંગારજીના બહેનને થતાં. તેણે છમાસમાં રાણુને મારનારને મારવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી તેઓને ખબર મળ્યા કે પિતાના ભાઈ ખેંગારજીએ એ કૃત્ય કરેલ છે. તો પણ તેણીએ રજપૂતોના ધર્મને અનુસરી, લીઘેલ પ્રતિજ્ઞા છેડી નહિં. છેવટે ચાર માસ સુધી મેર, આહીર, રબારી અને માલધારી ચારણ વગેરેને પૌષ્ટિક ખોરાક સાથે લડવાની તાલીમ આપી. તે લશ્કર સાથે પિતે રથમાં બેસી રાવળ ઉપર ચડી આવ્યા. રાવળથી બે ગાઉ ઉપર છાવણી નાખી, સાંઢડીસ્વારની સાથે લડાઈ કરવાના ખબર મોકલ્યા. એ વખતે ખેંગારજી પિતાની માઢ મેડીપર જમીને સુતા હતા. ભાયાતે ભેળા થયા પણ દરબારને કણ જગાડે? કારણ કે ખેંગારજીને એવી ટેક હતી કે ઉંઘમાંથી જગાડનારનું માથું કાપી નાખે. એવા ઘણું
* ઉપરના દાખલા વિષેની વાતો બે ચાર ગોવાળીઆઓ મને કહેલ છે. (ઈકર્તા) * ઈકર્તાની જન્મભુમિ છે.
: તે વાડીએ એટલી બધી છે કે એક વાડીમાંથી બીજી વાડીનો રસ્તો હોવાથી વાડીની ગણત્રી કરનાર ભુલ ખાઈ જાય છે. રેવન્યુના કોઈકજ પત્રક કારકુને (તલાટીએ) અને ફોરેસ્ટના કેઈકજ સુપરવાયઝરે રાવળની દરેક વાડીઓ જોઈ હશે, એ મારી અનુભવ સિદ્ધ વાત છે, કારણકે હું ત્યાં જ્યારે ફોરેસ્ટ સુપરવાયઝર હતો ત્યારે મે એ સઘળી પરિસ્થિત જોઈ છે. ઈ. કર્તા